Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ગુજરાતમાં ‘૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા’ પ્રવેશતા પુષ્પવર્ષા કરી ભવ્યાતિભવ્ય સ્વાગત

"જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ" ના નાદથી અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ ગુંજી ઉઠી

 

 અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી પાસે આવેલ રતનપુર આંતરરાજ્ય સરહદ પરથી ગુજરાત રાજ્યમાં ૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રાપ્રવેશતા રાજ્ય બહારના શીખ ધર્મના અનુઆયીઓ મોટી સંખ્યામાં શામળાજી પહોંચીગુરૂ ગ્રંથ સાહેબની પાલખીપુષ્પવર્ષા કરી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું "જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ" ના નાદથી અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી.

શીખધર્મ ના પ્રથમ ધર્મગુરુ શ્રી ગુરુ નાનક જી ની 550 મી જન્મ જયંતિ ની સમગ્ર દેશ માં ઉજવણી થઈ રહી છે તેના ભાગ રૂપે શીખ સંપ્રદાય ના અનુયાયીઓ દ્વારા સમગ્ર ભારત ભ્રમણ રૂપે વિશાળ યાત્રા કર્ણાટક માં બીદર થી શરૂ થયેલી છે આ યાત્રા માં 300 થી 400 આનુયાયીઓ જોડાયા છે સાથે ગુરુ ગ્રંથ સાહેબ ની પાલખી પણ છે એવી યાત્રા રાજસ્થાન થી ગુજરાત ના શામળાજી પાસે રતનપુર બોર્ડર થી ગુજરાત માં પ્રવેશ કર્યો હતો સમગ્ર ગુજરાત માંથી શીખધર્મ ના અગ્રણીઓ એ યાત્રા નું ભવ્ય સ્વાગત કર્યું હતું ગુરુ ગ્રંથ સાહેબ ની પાલખી પર પુષ્પ વડે શીખધર્મ ના અનુયાયીઓ એ પ્રાર્થના કરી હતી

  આ યાત્રા વિશે શીખ અગ્રણી એ જણાવ્યું હતું કે ગુરુ નાનક જી ની 550 મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત ના શીખ સંપ્રદાય અને તમામ લોકો આ યાત્રા માં જોડાઈ અને ગુરુ નાનક જી નો સંદેશો જન જન સુધી પહોંચે એ અશયસર આ યાત્રા કાઢવા માં આવી છે ગુજરાત માં પણ આજે અમદાવાદ અને ત્યારબાદ બરોડા અને સુરત એમ ત્રણ દિવસ ભ્રમણ કરશે અને પછી મહારાષ્ટ્ર માં પ્રવેશ કરશે આમ ભારત ના તમામ રાજ્ય માં ભ્રમણ કરી પાછી કર્ણાટક ના બીદર પહોંચશે.

(10:01 pm IST)