Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

વડોદરાના ગરબા આયોજક કિરણ પટેલ અને દીપેશ શેઠની એક કરોડની છેતરપિંડીના ગુન્હામાં ધરપકડ

અમદાવાદના ડેકોરેટર્સ પારિતોષ શાહે ફરિયાદ નોંધાવતા બંનેની રાવપુરા પોલીસે ધરપકડ કરી

વડોદરાના નવલખી મેદાનમાં યોજાયેલા કલાનગરી ગરબા મહોત્સવના આયોજક કિરણ પટેલ અને દિપેશ શેઠની વડોદરા રાવપુરા પોલીસે એક  કરોડની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે.

   આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના ડેકોરેટર્સ પારિતોષ શાહે આ બંને આયોજકો સામે રૂપિયા ન આપીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બાદ રાવપુરા પોલીસ દ્વારા ધરપકડની કાર્યવાહી કરાઇ છે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે આરોપી આયોજક બંને અમદાવાદના જ છે. ગરબા આયોજકોની ધરપકડના સમચાર સમગ્ર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યા હતા.

(9:02 am IST)