Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારી :તંત્ર સજાગ ;એક અધિકારીને 42 ગામના ડિઝાસ્ટર સબંધી જવાબદારી

રાહતની કામગીરી કરવાની સાથે ટ્રેકટર, જેસીબીની વ્યવસ્થા રાખવા સૂચના

 

નર્મદા ;ઉપરવાસની જબરી પાણીની આવકને કારણેનર્મદા ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે નીચાળવાળા વિસ્તારો અને નદી કાંઠાના ત્રણ જિલ્લાને અસરકર્તા બનશે ત્યારે નર્મદા  જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ થઇ ગયું છે.

 જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે કર્યો આદેશ કર્યો છે, જેમાં કલાસ -1 અધિકારીને વિવિધ કાંઠા વિસ્તારનાં 42 ગામોની ડીઝાસ્ટર સંબંધી જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓને મામલતદાર, સરપંચ,તલાટી અને પોલીસ સાથે સંકલન રાખવા સૂચના અપાઇ છે.

  રાહતની કામગીરી કરવાની સાથે ટ્રેકટર, જેસીબીની વ્યવસ્થા રાખવા સૂચના અપાઇ છે. કેટલા પ્રમાણમાં પાણી છૂટે તે પ્રમાણે કામગીરી કરવી. તમામ 10 અધિકારીઓની કાલે બપોરે 1 કલાકે કલેક્ટરે બેઠક બોલાવી. તકેદારીના ભાગરૂપે સૂચના અપાઈ છે.

(10:50 pm IST)