Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

આમોદના ઇખર ગામે મકાનમાંથી 1330 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો સાથે આરોપી ઝડપાયો

ભરૂચ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકના ઇખર ગામેથી 1330 ગ્રામ ગંજાસ સાથે એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે તેમજ પી.એન.પટેલ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. કે.એમ.ચૌધરી એસ.ઓ.જી.તથા પોલીસ માણસોની ટીમ આમોદ પોસ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરીમાં હતા.

   દરમ્યાન બાતમી મળી છે કે, આમોદ તાલુકાના ઇખર ગામે શહેનશાહ નગરીમાં રહેતો ઇસ્માઇલ અહમદ અલી લુલા તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે".

  બાતમી આધારે એસ.ઓ.જી.પોલીસ ભરૂચ તથા I/C સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.એમ.રાઠવા જંબુસર તથા આમોદ પોલીસ દ્વારા સંયુક્ત રેઇડ કરતા તેના રહેણાંક મકાનમાંથી ગેરકાદેસરનો વનસ્પતિજન્ય ગાંજો ૧ કિલો ૩૩૦ ગ્રામ કિ.રૂ.૭,૯૮૦ તથા સેમસંગ કંપનીનો જુનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૮,૪૮૦ ના મુદ્દામાલ મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે કરી ઝડપાયેલ આરોપી વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:44 pm IST)