Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમદાવાદમાં પાર્કિંગ માટે નવા 48 સ્થળો નક્કી કરાયા: નવા 5 મલ્ટીલેવલ પાર્કિંગ બનશે

દરેક વોર્ડમાં પાર્કિંગ સ્થળ:કુલ 1,36,775 ચોરસ મિટર જગ્યામાં પાર્કિંગની મળશે સુવિધા

 

અમદાવાદ: શહેરમાં પાર્કિંગની સમસ્યા નિવારવા 48નવા સ્થળો નક્કી કરવા ઉપરાંત નવા 5 મલ્ટીલેવલ પાર્કિંગ પણ બનાવાશે

 

  અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યા હળવી કરવા મહાનગરપાલિકા નવા પાર્કિંગ બનાવશે. અગાઉ 25 સ્થળોએ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બીજા 48 સ્થળો નક્કી કરતા કુલ પાર્કિંગ સ્થળો 73 થયા છે.

  શહેરના દરેક વોર્ડમાં એક પાર્કિંગ સ્થળ નક્કી કરાયું છે. 48 નવા સ્થળોની કુલ જગ્યા 1 લાખ 36 હજાર 775 ચોરસ મીટરની જગ્યામાં 24 હજાર 255 વાહનો પાર્ક કરી શકાશે. 20 હજાર 984 ટૂ વહીલર અને 3 હજાર 271 ફોર વહીલર પાર્ક કરી શકાશે. અગાઉ મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ ગયા છે. તેમ છતાં નવા 5 મલ્ટીલેવલ પાર્કિંગ બનશે.

-- 

(11:29 pm IST)