Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગુજરાતમાં જેનસેટ માર્કેટમાં હાઇગ્રોથ : બિઝનેસની તકો

મહિન્દ્રા પાવરોલે જનરેટરની નવી રેન્જ લોંચ કરીઃ ૪૦૦ કેવીએ, ૫૦૦ કેવીએ અને ૬૨૫ કેવીએની ઓફર સાથે ઊંચા કેવીએ સેગમેન્ટમાં મહિન્દ્રાની વધુ એક સિધ્ધિ

અમદાવાદ, તા.૯: ભારતીય જેનસેટ ઉદ્યોગમાં મહિન્દ્રા પાવરોલે ખૂબ ટૂંકા ગાળામાં નોંધનીય પરફોર્મન્સ સાથે પ્રગતિશીલ હરણફાળ ભરી છે. ૨૦.૭ અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રુપનાં બિઝનેસ યુનિટ મહિન્દ્રા પાવરોલે આજે પર્કિન્સ ૨૦૦૦ સીરિઝ એન્જિન્સથી સંચાલિત ૪૦૦,૫૦૦,૬૨૫ કેવીએ લોંચ કરીને વધારે ક્ષમતા ધરાવતાં કેવીએ જનરેટર્સની બહુ ઉમદા રેન્જ અમદાવાદમાં લોન્ચ કરી હતી. આ પ્રસંગે મહિન્દ્રા પાવરોલનાં વાઇસ પ્રેસિડન્ટ(રિટેલ સેલ્સ એન્ડ સર્વિસ) સંજય જૈને જણાવ્યું હતું કે, ગુજરાતમાં જેનસેટ માર્કેટમાં હાઇગ્રોથ રેટ છે અને તેના કારણે આ સેકટરના બિઝનેસમાં વિપુલ તકો રહેલી છે. તેને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા પાવરોલે ગુજરાતમાં હાઇપાવર જનરેટરની નવી રેન્જ લોન્ચ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેન્નાઈમાં મહિન્દ્રા રિસર્ચ વેલીમાં તેનાં સંશોધન અને વિકાસ કેન્દ્રમાં ડિઝાઇન થયેલ તથા પૂણે નજીક ચાકણમાં તેનાં પ્લાન્ટમાં ઉત્પાદિત ૧૨.૫ લિટરથી ૧૮ લિટરનાં પર્કિન્સ એન્જિન ધરાવતાં જનરેટરનાં સેટની આ નવી રેન્જ મહિન્દ્રા પાવરોલની ઊંચી કેવીએ સીરિઝમાં લેટેસ્ટ વધારો છે. પર્કિન્સ ૨૦૦૦ સીરિઝ ઇલેક્ટ્રોનિક એન્જિન બજારમાં પોતાની આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા અને કાર્યદક્ષતા માટે ખબ જાણીતુ છે. તે ટર્બોચાર્જ છે અને એર-ટૂ-એર ચાર્જ કૂલ છે, જે યુરો સ્ટેજ, ઇપીએ ટિઅર-૩ સર્ટિફિકેટ ધરાવે છે તેમજ ભારતનાં સીપીસીબી-૨ ઉત્સર્જનનાં ધારાધોરણોનું પાલન કરે છે. અસરકારક હેવી-ડ્યુટી ઔદ્યોગિક આધારમાંથી વિકસાવેલ એન્જિન શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અને વિશ્વસનિયતા ઓફર કરે છે. આ એન્જિન મુખ્યત્વે અને ૪૦૦-૬૨૫ કેવીએની ડીજી રેન્જ ઇચ્છતાં ગ્રાહકો માટે આદર્શ છે. મહિન્દ્રા પાવરોલનાં વાઇસ પ્રેસિડન્ટ સંજય જૈને હાઈ પાવર જનરેટર્સની નવી રેન્જ વિશે વધુમાં ઉમેર્યું હતું કે, પાવરોલમાં અમે ઊંચા કેવીએની રેન્જમાં અમારી પ્રોડક્ટ ઓફરને મજબૂત કરવામાં માનીએ છીએ. આજે ગુજરાતમાં ૪૦૦,૫૦૦,૬૨૫ કેવીએ જેનેસેટ લોંચ થવાની સાથે અમે હવે ૫ કેવીએથી ૬૨૫ કેવીએની રેન્જનાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનસેટ ધરાવીએ છીએ. આ અમને નવા સેગમેન્ટમાં વૃદ્ધિ કરવાની મોટી તક આપશે તથા રાજ્યની અંદર અમારાં ગ્રાહકોને વિવિધ પ્રકારનાં, આંતરરાષ્ટ્રીય સ્તરનાં જેનસેટ મળશે. આ પ્રસંગે મહેન્દ્ર પાવરોલના પ્રોડ્ક્ટ એન્ડ એન્જિનીયરીંગના વડા રાજીવ ધીમને જણાવ્યું હતું કે, ડીજી સેટની નવી રેન્જ મહિન્દ્રાની વિશિષ્ટ ડીજી-સેન્સ ટેકનોલોજી સાથે સજ્જ છે, જે તેને સ્માર્ટ ડીજી  બનાવે છે. સ્માર્ટ ડીજી સેટનું પર્ફોર્મન્સ કોઈ પણ જગ્યાએથી રિયલ-ટાઇમમાં નિરીક્ષણ કરી શકશે, જેથી ડીજી સેટનો અપટાઇમ વધે છે. મુખ્યત્વે સેવા સંચાલિત ઉદ્યોગ, ડીજી સેટની ખરીદીનો નિર્ણય સર્વિસ નેટવર્ક અને આફ્ટર-સેલ્સ સર્વિસ પ્રતિબદ્ધતા પર નિર્ભર છે. મહિન્દ્રા પાવરોલ ડીજી સેટને રાષ્ટ્રીય સ્તરે ૪૦૦ ટચ પોઇન્ટ સાથે ૨૦૦થી વધારે ડિલરનાં વિસ્તૃત સર્વિસ નેટવર્કનું સમર્થન છે. સેન્ટ્રલાઇઝ કોલ સેન્ટર એલર્ટ સતત ૨૪ કલાક ગ્રાહકને તાત્કાલિક સપોર્ટ અને સેવા આપવા સુસજ્જ છે. નિષ્ણાતોની ટીમ શક્ય ઓછા સમયમાં ગ્રાહકને મદદ કરવા અતિ અસરકારક અને અનુકૂળ સોલ્યુશન પસંદ કરવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, મહિન્દ્રા પાવરોલ  કંપનીએ વર્ષ ૨૦૦૧-૦૨માં પાવર જનરેશન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૦૧-૦૨ની શરૃઆતથી તેનો વ્યવસાય વધીને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૃ. ૧,૪૦૦ કરોડ થઈ ગયો હતો. અત્યારે મહિન્દ્રા પાવરોલનાં એન્જિનમાં ૫ કેવીએથી ૬૨૫ કેવીએ સુધીનાં ડિઝલ જનરેટિંગ સેટ ખૂબ દમદાર અને પરિણામલક્ષી બની રહ્યા છે.

(10:15 pm IST)