Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

9.47 લાખના કાપડની ખરીદી કરી પેમેન્ટ ન કરનાર 3 વેપારી વિરુદ્ધ ફરિયાદ

સુરત:રીંગરોડની માર્કેટના ત્રણ વેપારીઓએ દલાલ મારફતે એક વેપારી પાસે રૃ. 9.47 લાખનું ડાઈડ કાપડ ખરીદયા બાદ પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ભાગી છૂટયા હતા. આનંદમહલ રોડ રૃદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ કાંતિલાલ કંથારીયા રીંગરોડ અશોકા ટાવરમાં કાપડની દુકાન ધરાવે છે. ત્રણ માસ અગાઉ કાપડદલાલ રાજુભાઈ ઉર્ફે જગદીશ અમરસીંગ રાવ (રહે. જુજાણી બસ સ્ટેન્ડની બાજુમાં, ભીન્નમાલ, રાજસ્થાન) ત્રણ વેપારીને લઈ વિશાલભાઈની દુકાને આવ્યો હતો. રાજુભાઈએ રીંગરોડની અભિષેક ટેક્ષ્ટાઈલ માર્કેટમાં રૃપશ્રી ફેશનના નામે વેપાર કરતા જોગીન્દ્રસીંગ, સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શ્રધ્ધા ડિઝાઈનરના નામે વેપાર કરતા નરેશ સિંધવી (રહે. વોર્ડ નં. ૫, આચાર્યો કા વાસ, બાડમેર) અને સાંઈ દર્શન ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આર્યા ટ્રેન્ડના નામે વેપાર કરતા સુશીલકુમાર રામનિવાસ ચૌધરી (રહે. ચીપ્પો કા મહોલ્લા, જી. નાગોર) ની ઓળખાણ કરાવી તેઓ સમયસર પેમેન્ટ કરશે તેમ જણાવી ઓર્ડર અપાવ્યો હતો.
 

(5:49 pm IST)