Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

દમણમાં એક સાથે 27 વીજકંપનીના જોડાણ કાપી દેવાતા ઉદ્યોગકારોમાં ફફડાટ

વાપી:દમણની ૨૫થી વધુ કંપનીઓના વીજજોડાણ સાગમટે કાપી નાંખવામાં આવતાં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. પોલ્યુશન કંટ્રોલ કમિટીએ હાથ ધરેલા ઈન્સ્પેક્શનમાં કંપનીઓના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોગ્ય રીતે કામ કરતા નહીં હોવાથી વિદ્યુત વિભાગને સુચના આપી તેઓના જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા. જોકે પ્રદુષણ ઓકતા એકમો સામે પ્રશાસને હાથ ધરેલી કાર્યવાહી અંગે અલગ અલગ મતમતાંતરો પ્રવર્તે છે. સંઘપ્રદેશ દમણમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોમાં સૌથી વધુ પ્રદુષણ ઓકતાં એકમો પર પ્રતિબંધ છે. તેમછતાં બાકીની કેટેગરી વ્હાઈટ, ગ્રીન, ઓરેન્જ અને અમુક સંજોગોમાં રેડ કેટેગરીના ઉદ્યોગોને મંજુરી આપવામાં આવી છે.
 

(5:47 pm IST)