Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વડોદરાના અકોટામાં બંધ મકાનમાં દારૂ શોધવા ગયેલ પોલીસને રિવોલ્વર,કારતુસ હાથ લાગ્યા

વડોદરા:અકોટાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસે છાપો મારતાં રિવોલ્વર અને પાસપોર્ટનો જથ્થો હાથ લાગ્યો હતો.પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. ફૈઝુલ્લાની ચાલીમાં રહેતા મુનાફ મુસ્તાક શેખના મકાનમાં ગઇરાતે એસીપી ભારતી પંડયા,ગોત્રીના પીઆઇ જીએ સરવૈયા અને સ્ટાફના માણસોએ દારૂના જથ્થા માટે છાપો માર્યો હતો. અગાઉ દારૂ અને મારામારીના સાતેક ગુનામાં સંડોવાયેલો મુનાફ પોલીસના હાથમાં આવ્યો નહતો.પોલીસે તપાસ કરતાં બેઠકરૂમમાંથી એક દેશી રિવોલ્વર અને ૨કારતૂસ હાથ લાગ્યા હતા.જે અંગે મુનાફની પત્નીએ ગોળગોળ જવાબ આપતા પોલીસે આર્મ્સ એકટ્ હેઠળ ગુનો નોંધી સમીરા શેખની ધરપકડ કરી હતી. પોલીસે મકાનમાંથી ૧૦૭ પાસપોર્ટ મળી આવતાં કબજે લઇ તપાસ શરૂ કરી છે.પ્રાથમિક તબક્કે સમીરાએ કબૂલ્યું હતું કે,અમારી ઉપર રહેતા બનેવી ફિરોજ વિઝાનું કામ કરતો છે અને તેને અમદાવાદ જવાનું હોઇ તે પાસપોર્ટ સાચવવા માટે આપી ગયો હતો.
 

(5:45 pm IST)