Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હિંમતનગરમાં વેપારી પાસેથી 24.53 લાખથી વધુનો માલ ખરીદી છેતરપીંડી આચરનાર અમદાવાદના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

હિંમતનગર:માં હેન્ડ ટુલ્સ અને પાવર ટુલ્સનો વેપાર કરતા એક વેપારી પાસેથી ૨ માસ અગાઉ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા એક શખ્સે વિશ્વાસ કેળવીને હિંમતનગરના વેપારી પાસેથી રૂ.૨૪.૫૩ લાખથી વધુનો માલ ખરીદી ખોટા ચેક આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી  કરતા અમદાવાદના શખ્સ વિરૂધ્ધ મંગળવારે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવાઈ હતી.  હિંમતનગરના કાંકણોલ રોડ પર રહેતા યાજ્ઞિાકકુમાર બાબુલાલ પટેલે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા શ્રેયા રેસીડેન્સીમાં રહેતા સુશીલભાઈ રમેશબાબુ શર્માએ ગત તા.૧૫ જુનથી ૨૬ જુલાઈ દરમિયાન હિંમતનગરના યાજ્ઞાીકકુમાર પટેલનો સહકારી જીનરોડ પર આવેલા અશોકવાટીકાના કોમ્પલેક્ષમાં બેઠક કરી રૂ.૨૪.૫૩ લાખથી વધુના હેન્ડ ટુલ્સ અને પાવર ટુલ્સની ખરીદી કરી હતી. 
 

(5:40 pm IST)