Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પાટણની સિવિલ હોસ્પિટલમાં દવાની અછતથી દર્દીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

પાટણ :જિલ્લાની સિવિલ હોસ્પિટલની સેવાઓ છીનવાયા બાદ ધારપુર ખાતેથી અઠવાડીયામાં એક બે દિવસ માટે સર્જન ર્ડાક્ટરો મુકવામાં આવતા  હતા તે સેવા પણ બંધ થઈ જતા ગરીબ દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડતી હોવાની બૂમ ઉઠી  છે ત્યારે હાલમાં મહત્વની અને જરૂરી દવાઓ પણ સિવિલમાં ઉપલબ્ધ ન હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે. ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને નાણા ખર્ચી ખાનગી સ્ટોર્સમાંથી દવાઓ ખરીદવી પડતી હોવાથી હાલાકી પાટણ સિવિલ કેમ્પસમાં સમગ્ર ઉત્તર ગુજરાતનો દવાઓનો મધ્યસ્થ સ્ટોર આવેલો  હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી અહીં સિવિલ હોસ્પિટલમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ, ફોલિક એસીડ સહિત કેટલીક રોજિંદા વપરાશની સામાન્ય દવાઓનો સ્ટોક નહિ હોવાનુ જાણવા મળે છે. આવી જરૂરી દવાઓ લાંબા સમયથી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નહી હોવાના કારણે ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને બહારથી પૈસા ખર્ચીને દવાઓ લાવવાની ફરજ પડતી હોવાનું જાણવા મળે છે. 
 

(5:39 pm IST)