Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પોલિસની નજર સામે બેંક મેનેજરની પત્નિએ ગળાફાંસો ખાધો : દંપતિની અટક

લોખંડની જાળીને તાળુ મારી દેતા તુરંત દરવાજો તોડી ન શકાયો : પડોશી સાથેના ઝઘડાએ મોટું રૂપ પકડયું

અમદાવાદ તા. ૯ : 'તું બદચલન છે' બાળકોના મુદ્દે ઝઘડો થતાં પાડોશીએ બોલાચાલીમાં બદનામ કરતો આક્ષેપ કરતાં મહિલાને લાગી આવ્યું હતું. 'હું મરી જઈશ' તેવી ચીમકી આપીને મહિલા ઘરમાં દોડી ગઈ હતી. પતિ અને પાડોશીઓ જોતાં રહ્યાં ને ઘર બંધ કરીને પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. HDFC બેન્કમાં મેનેજર અરવિંદભાઈ સોતી (બ્રાહ્મણ) તેમના પત્ની ચન્દ્રકાન્તબહેન અને ત્રણ સંતાનો સાથે ન્યુ નિકોલના દેવનંદન પાર્કમાં રહે છે.ઙ્ગઙ્ગ

બાળકોના મુદ્દે પાડોશી રશ્મીકાંત નાગર અને તેમના પત્ની સાથે ચન્દ્રકાન્તબહેનને બોલાચાલી થઈ હતી. દિકરીએ જાણ કરતાં અરવિંદભાઈ બહાર જઈ પત્ની અને પાડોશીને સમજાવવા લાગ્યા હતા. પત્નીએ કહ્યું હતું કે, 'પાડોશી મને બદનામ કરે છે, હું તેનાથી કંટાળી ગઈ છું.' પાડોશી રશ્મીકાંત નાગરે કહ્યું હતું કે, 'તું બદનામ જ છે, તું બદચલન જ છે.' ચન્દ્રકાન્તબહેને કહ્યું હતું કે, 'આ રીતે બદનામ કરીશ તો હું મરી જઈશ.' તેમ છતાં પાડોશીઓએ આક્ષેપો કરતાં ચન્દ્રકાન્તબહેન ઘરમાં દોડી ગયા હતા અને લોખંડનો દરવાજો બંધ કરી દીધો હતો.ઙ્ગઙ્ગ

બધાની નજર સામે ચન્દ્રકાન્તબહેને મુખ્ય ખંડના પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો. પતિ અરવિંદભાઈએ વિનંતી કરી છતાં પત્નીને બચાવવા જવા માટે પાડોશીએ ધાબેથી જવા દેવાની ના પાડી હતી. આખરે, પોલીસને બોલાવાઈ હતી. પોલીસે આવી દુપટ્ટો કાપી ચન્દ્રકાન્તબહેનને હોસ્પિટલ લઈ જવાયા પણ ડોકટરે મૃત જાહેર કર્યા હતા. પાડોશીઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી નિકોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(3:33 pm IST)