Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાજ્યના 17 તાલુકાઓમાં વરસાદ :ધાંગ્રધ્રા અને દસાડામાં અઢી ઇંચ વરસાદ

અમદાવાદ :ગુરુવારે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 17 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ધાંગધ્રામાં 2.6 ઇંચ અને દસાડામાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 17માંથી 10 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. સંખેડા, કડી, કવાંટ, વિરમગામ, જાંબુઘોડા, છોટાઉદેપુર, હાલોલ, બોડેલી, કલોલ અને ઉમરપાડામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પાંચ જેટલા તાલુકાઓમાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો

(1:08 pm IST)