Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજપીપળા વન વિભાગની ગાડીને જંગલ વિસ્તારમાં ટેમ્પોના ચાલકે ટક્કર મારી નાસી જતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વન વિભાગની સરકારી ગાડીને એક ટેમ્પો ચાલકે ટક્કર મારી નુકસાન કરતા પોલીસ ફરીયાદ થઇ છે

  મળતી વિગતો અનુસાર વન વિભાગના રાજેંન્દ્રસિંહ હિંમતસિંહ ગોહિલએ આપેલી ફરીયાદ અનુસાર તા.8 જુલાઈના બપોરે 3.30 કલાકે મોટાલીમટવાડા ગામની ઉપર કુટીરવાડા જંગલ ભાગમાં ટેમ્પો નં. GJ.07.TT.8223 ના ચાલકે પોતાનો ટેમ્પો પુર ઝડપે હંકારી લાવી તેમની સરકારી ગાડી GJ.22.GA.0354 ની સાથે ટક્કર મારી નુકશાન કરી નાશી જતા આ બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:45 pm IST)