Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વડોદરાના અટલાદરા રોડ નજીક ધોળા દિવસે મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના અટલાદરા રોડ ઉપર આવેલી કેતન પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ પોલીસ કોન્સ્ટેબલના મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના અટલાદરા રોડ ઉપર આવેલી કીર્તન પાર્ક સોસાયટીમાં રહેતા વિજય કુમાર કંચનલાલ રાણા રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને પત્ની દીકરા સાથે મકાનને તાળું મારી બજારમાં ખરીદી માટે ગઈ હતી. આશરે બે કલાક બાદ તેઓ પરત આવતા મકાનના મુખ્ય દરવાજા નો નકુચો તૂટેલો હોય  બેડરૂમ નો સામાન વેરવિખેર અને તિજોરી નું લોક તૂટેલું જણાઈ આવ્યું હતું. તપાસ દરમિયાન ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રોકડા રૂપિયા 5 હજાર તથા સોનાની બુટ્ટી મળી કુલ 19 હજારની મત્તા ચોરી નાસી છુટયો હોવાનું બહાર આવ્યું હતું.

(5:22 pm IST)