Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

પોશીના દંત્રાલ રોડ નજીક ચોરીના બાઈક સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડયો

ખેડબ્રહ્મા:પોશીનાના દંત્રાલ રોડ પરથી ચોરીના ત્રણ બાઈક સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. અન્ય એક આરોપી નાસી છૂટયો હતો.

પોશીના પી.એસ.આઈ. આર.જે. ચૌહાણ તેમજ તેમના સ્ટાફ અમિતકુમાર રાત્રીના સમયે દંત્રાલ રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બે ઇસમો મોટરસાયકલ લઇને આવતા પોલીસે ઉભી રખાવતા એક ઇસમ ભાગી ગયો હતો જ્યારે જગદીશભાઈ વાઘાભાઈ ગામાર ( રહે. કોટડા ગઢી) પકડાઈ જતાં પોલીસે કડક હાથે પુછપરછ કરતા ભાગી ગયેલાનું નામ ઉસ્માનભાઈ વાઘાબાઈ ગમાર તેનો નાનોભાઈ હતો તેમજ તે બાઈક ચોરીનું હોવાનું તેમજ બીજા બે બાઈક ચોરીને ગુણભાખરી ગામે નદી કિનારે બાવળની ઝાળીઓમાં સંતાડેલા હોવાનું જણાવ્યું હતું. તેમજ આ બાઈકો પલનપુર રેલવે સ્ટેશનથી ચોરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે બાઈકો કબજે કર્યા હતા અને આરોપી તેમજ ત્રણ બાઇક કિંમત રૃ. ૭૦૦૦૦ના કબજે કર્યા હતા.

(5:01 pm IST)