Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

માંડલ ખંભલાય માતાજી મંદિર પરિસરમાં દશાંશ મહાયજ્ઞનો પ્રારંભ

કરોડો સંપૂટ મંત્રોનું હોમાત્મક અનુષ્ઠાન : વિવિધ ભુદેવો આહુતિ આપશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :માંડલ ખાતે પ્રસિદ્ધ શ્રી ખંભલાય માતાજીનું મંદિર આવેલ છે અને દેશદેશાવરમાં માતાજીના સાત હજાર જેટલાં પરિવારો વસવાટ કરે છે આ પરિવારોના કણ્યાર્થે તેમજ માંડલની ભુમિને ઉજાગર કરવા તેમજ વિશ્વમાંથી કોરોના જેવી મહામારી દુર થાય અને આપણે સૌ સલામત રહીએ તે હેતુથી શ્રી ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ પુનમના રોજ શ્રી મહાશક્તિ મહાકાલ મૃત્યુંજય મહા અનુષ્ઠાનનો પ્રારંભ થયો હતો જેમાં વિદ્વાન ભુદેવો દ્વારા ૧ર લાખ ૩૪ હજાર પ૬૭ જેટલાં મહા સંપુટ મંત્રો તેમજ ૧ કરોડ ૭ર લાખ જેટલાં પ્રણવ મંત્રોથી આ પાઠાત્મક અનુષ્ઠાનનો લક્ષ્યાંક આજરોજ તા. ૮ જુલાઈના રોજ પુર્ણ કરાયો હતો આ અનુષ્ઠાનનો એવો નિયમ છે કે જેટલાં મંત્રોનું પઠન થાય તેનો દશાંશ ભાગ એટલે કે ૧૦૦ એ ૧૦ મંત્રોની હોમાત્મક આહુતિ આપવી પડતી હોય છે તો જ આ કાર્ય પુર્ણ થાય આજરોજ માંડલ ખંભલાય માતાજી પરિસરમાં સંસ્થાના પ્રમુખ હસમુખભાઈ રાવલ, મંત્રી મુકેશભાઈ રાવલ, મેનેજર કનકભાઈ દવે, આચાર્ય પ્રમેચંદજી મહારાજ સહિતના અનેક ભુદેવો ઉપસ્થિત રહ્યાં હતાં

 આ હોમાત્મકમહાયજ્ઞનો આજથી મંગલ પ્રારંભ થયો છે જે આવનારી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીની નોમના દિવસે આ કાર્યને પરિપુર્ણ કરી શ્રીફળ હોમાશે આ સંસ્થા દ્વારા કોરોના જેવી મહામારીમાં લોકોને કીટ વિતરણ, માસ્ક, સેનીટાઈઝ હોય કે આર્થિક મદદ  પણ કરાઈ છે આમ અવારનવાર સંસ્થાના સંચાલકો દ્વારા ભગીરથ કાર્ય કરી માંડલની ભુમિને પવિત્ર બનાવે છે. (તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(10:43 pm IST)