Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સુરતના ભેસ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌવંશ બેહાલ : તંત્રની ઘોર બેદરકારી

અસંખ્ય ગાયો બીમાર થઈને મોતને ભેટે છે છતાં માર્કેટ ડિપાર્ટમેન્ટ લાપરવાહ

 

સુરત: મહાનગર પાલિકાના ભેસ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌ વંશ બેહાલ થયા છે, માર્કેટ ડિપાર્ટમેન્ટની બેદરકારીથી અસંખ્ય ગાયો બીમાર થઈ મોતને ભેટે છે, ઢોર ડબ્બામાં ગૌ વંશની હાલત બદતર છે  મહાપાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટની લાપરવાહીને કારણે અનેક ગૌ વંશ  ભૂતકાળમાં કમોતે મર્યા હોવાથી ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો છે તેમ સુરતથી હિરેન સોઢાની યાદીમાં જણાવાયું છે

(11:47 pm IST)