Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

માતા અને પુત્રીની હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસ

સાણંદ તાલુકાના વડનગરનો મામલો : આરોપીએ આચરેલ કૃત્ય અતિ ગંભીર હોય સમાજમાં દાખલો બેસાડવા માટે સજા ફટકારવી જરુરી : કોર્ટ

અમદાવાદ, તા. : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વડનગરમાં ચાર વર્ષ પહેલા મહિલા અને તેની ૧૪ માસની દીકરીની હત્યા કરનાર આરોપી અમીન્દર પ્રસાદ ગીરીને ગ્રામ્ય કોર્ટના એડીશનલ સેશન્સ જજ જે..ઠક્કરે ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા અને દસ હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપીએ આચરેલ કૃત્ય અતિ ગંભીર છે. પરણિત મહિલાએ પોતાની ઈજ્જત લૂંટનારનો પ્રતિકાર કરતા આરોપીએ દાતરડાથી હુમલો કર્યો હતો વખતે પરણિત મહિલાની ૧૪ માસની દીકરી તેડેલી હતી તેના માથાના ભાગે દાતરડુ મારીને મોતને ઘાટ ઉતારી હોવાનું પુરવાર થયેલ છે. ત્યારે આવા કિસ્સાને હળવાશથી લઈ શકાય નહીં. સરકારી વકીલે આરોપી સામે ગંભીર ગુનો પુરવાર થયો હોવાથી ફાંસીની સજાની માંગણી કરી છે.

             પરંતુ આરોપીની ઉંમર અને ગુનાનો પ્રકાર જોતા રેરસ્ટ  ઓફ રેર કેસની કેટગરીમાં આવતો નથી. કેસની વિગત એવી છે કે, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વડનગરમાં રહેતા ધનંજય રાજેન્દ્ર ગીરી તેની પત્ની ચંદા, તેના ભાઈ મૃત્યુજંય રહેતા હતા. ગઈ તા. ૧૫-૧૧-૨૦૧૬ના બપોરના ચંદા તેની ૧૪ માસની દીકરી રીયા ઘરે એકલા હતા ત્યારે અચાનક અમીન્દર પ્રસાદ સાહ આવ્યો હતો અને ચંદા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો તે વખતે ચંદાએ પ્રતિકાર કરતા અમીન્દર પ્રસાદે દાતરડાથી ચંદા ઉપર હુમલો કર્યો હતો. વખતે ચંદાની ૧૪ માસની દીકરી રિયાના માથાના ભાગે પણ અમીન્દરે હુમલો કરીને મોતના ઘાત ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ચંદાના પતિ ધનંજય ગીરી ઘરે આવી ગચા હતા.

            બીજી તરફ અમીન્દર સાહુ લોહીવાળુ દાતરડુ સાથે ત્યાંથી નાસી ગયો હતો. સાણંદ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ. જે કેસ ચાલતા સરકારી વકીલ ..ગુલાબાનીએ ૨૨ સાક્ષીઓ અને ૧૮ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી આચરેલ કૃત્ય અંતિ ગંભીર છે, ૧૪ માસની દિકરી અને તેની માતાની હત્યા કરી હોવાથી આરોપીને ફાંસીની સજા ફટકારવી જોઈએ. જો કે,કોર્ટે કેસ રેરસ્ટ  ઓફ રેર કેસની કેટગરીમાં આવતો નહીં હોવાથી  સરકારી વકીલની માંગણી ફગાવીને દીધી હતી અને આરોપીને આજીવન કેદની સજા અને દસ હજાર દંડ ફટકાર્યો છે.

પરિવારનો માળો ગુમાવનારને વળતર માટે કોર્ટે ભલામણ કરી

અમદાવાદ, તા. : પોતાની પત્ની અને દીકરી ગુમાવનાર ધનંજય રાજેન્દ્ર ગીરીને ખૂબ આધાત સાથે દુઃખ અને વેદના ભોગવવાનો પ્રસંગ બન્યો છે. જેના લીધે ફરિયાદીનું  સમગ્ર જીવન બરબાદ થયેલ છે. ફરિયાદીનો માળો ઘટનાથી વિખેરાઈ ગઈ છે. ફરિયાદીને યોગ્ય રકમનું વળતર મળે તે હકીકત કોર્ટે ધ્યાને લેવી જરૂરી છે. ત્યારે ગુજરાત વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ -૨૦૧૯ના  કાનૂની  પ્રબંધો ધ્યાને લઈને ફરિયાદીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને વળતર માટે ભલામણ કરવામાં આવે છે.

(10:12 pm IST)