Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અમદાવાદ શહેરમાં ૧૦૩ દિનમાં કોરોના મૃતકોનો આંકડો ૧૫૦૦ને પાર

દેશમાં મુંબઈ પ્રથમ અને દિલ્હી બીજા ક્રમાંકે છે : બુધવારે ૫ મૃત્યુ બાદ અમદાવાદ દેશમાં કોરોનાના કારણે મરનારા દર્દીની સંખ્યામાં ત્રીજો મોટો જિલ્લો બન્યો છે

અમદાવાદ, તા. ૦૯ : ૨૬ માર્ચના રોજ અમદાવાદમાં કોરોનાથી પહેલું મૃત્યુ નોંધાયું હતું જે બાદ ૧૦૩ દિવસમાં શહેરમાં કોરોનાથી કુલ ૧૫૦૦ લોકોના મોત નીપજ્યા છે. બુધવારે કોરોના પોઝિટિવના મૃત્યુ બાદ અમદાવાદ દેશમાં કોરોનાના કારણે મરનારા દર્દીઓની સંખ્યામાં ત્રીજો મોટો જિલ્લો બની ગયો છે. જેમાં સૌથી પહેલા નંબરે મુંબઈ ૫૦૬૪ મોત, દિલ્હી ૩૨૧૩ મોત છે. જ્યારે ચેન્નઈમાં અત્યાર સુધીમાં ૧૧૪૩ વ્યક્તિઓનું કોરોનાના કારણે મોત નીપજ્યાનું નોંધાયું છે. જોકે રાજ્ય અનુસાર જોવામાં આવે તો ગુજરાતમાં પણ કોરોનાના કારણે જેટલા મોત થયા છે તેના ૭૫ ટકા મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. જ્યારે મુંબઈ જિલ્લામાં મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯થી મરનાર પૈકી ટકાવારી ૫૩. ટકા છે.

          તો તામિનાડુના રાજ્યવાઇઝ આંકડા મુજબ ચેન્નઈની ટકાવારી ૬૭. ટકા છે. અમદાવાદ જિલ્લાનો મૃત્યુ દર . ટકા છે જે મુંબઈના મૃત્યુદર . ટકા અને દિલ્હીના મૃત્યુદર ટકા તેમજ ચેન્નઈના . ટકા કરતા ઘણો વધારે છે. જોકે મામલે એક સારી બાબત જૂનના મધ્યથી જોવા મળી રહી છે કે જિલ્લામાં કોરોના કેસની સાથે સાથે કોરોનાથી મૃત્યુ અને મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જુલાઈના પહેલા દિવસમાં ટકાના દર સાથે કુલ ૬૦ મોત કોરોનાથી થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, ગાંધીનગરમાં કોરોનાને કાબૂમાં કરવા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવેલ એડિ. ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ કહ્યું કે ' અમદાવાદમાં કો-મોર્બિડિટિઝ મામલે ઓપીડી ક્લિનિક દ્વારા યોગ્ય પ્રકારે દર્દીઓને સારવાર આપવામાં આવતા છેલ્લા થોડા સમયથી મૃત્યુદર ઓછો થયો છે. નહીંતર સ્થિતિ ભયંકર થઈ શકતી હતી.

(10:05 pm IST)