Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની ટીમો દ્વારા સર્વેલન્‍સની કામગીરી કરાઇ :૧૦૩૯ ઘરોના ૩૮૮૩ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :રાજ્‍ય સરકાર દ્વારા ૨૨ જિલ્લાઓના અંતરિયાળ, શહેરી અને મ્‍યુનિસીપલ કોર્પોરેશન વિસ્‍તારોમાં આરોગ્‍યની સેવાઓ લોકોને મળી રહે તે હેતુસર ધન્‍વંતરી આરોગ્‍ય રથની શરૂઆત કરવામાં આવી છે. ધન્‍વંતરી આરોગ્‍ય રથ દ્વારા અંતરિયાળ વિસ્‍તારના લોકોને તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીશ, બીપી, ચામડીના દર્દી વગેરેનું નિદાન અને સ્‍થળ ઉપર પ્રાથમિક સારવારની સેવાઓ આપે છે. ધન્‍વંતરી આરોગ્‍ય રથમાં આર.બી.એસ.કે. ટીમના બે આયુષ તબીબ, એક ફાર્માસીસ્‍ટ અને એક એ.એન.એમ.નો સમાવેશ થાય છે. આ રથ આરોગ્‍ય સાથે સંલગ્ન ઇતિહાસ એપ દ્વારા અલગ તારવાયેલા હોટસ્‍પોટ વિસ્‍તારોમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીશ, બીપી, ચામડીના દર્દી વગેરેનું નિદાન અને સારવારની કામગીરી હાથ ધરશે.
                 વલસાડ જિલ્લામાં આવા ૧૧૨ વિસ્‍તારો જેમાં વલસાડ તાલુકાના અબ્રામા, મોગરાવાડી, છીપવાડ, અતુલ, પારનેરા પારડી, તિથલ રોડ, પારડી તાલુકાના બાલદા, પારડી ટાઉન, બગવાડા, વાપી તાલુકાના સલવાવ કુંતા, બલીઠા, ચલા તથા વાપી ટાઉન અને ઉમરગામ તાલુકામાં સરીગામ, ઉમરગામ જીઆઇડીસીમાં કામગીરી માટે કુલ ૩૦ આર.બી.એસ.કે. વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરાયા છે. આ રથની ટીમો દ્વારા તા.૯/૭/૨૦૨૦ના રોજ ૧૦૩૯ ઘરોના ૩૮૮૩ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો હતો. જેમાં ૯૪૯ આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્‍યારે ૫૫૯ ઉકાળા વિતરણ, ૨૪૭૧ શમશમનીવટી ટેબ્‍લેટનું વિતરણ કરાયું હતું.

(7:03 pm IST)