Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અમદાવાદના નરોડામાં નોકરીની લાલચ આપી 5.82 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ:નરોડામાં રહેતા યુવકે નોકરી માટે ઓન લાઇન અરજી કરી હતી, સાઇબર ગઠિયાએ અમદાવાદ એરપોર્ટ ઉપર ખાનગી વિમાની સેવામાં નોકરીની લાલચ આપીને રૃા. .૮૨ લાખ પડાવ્યા હતા. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

  કેસની વિગત એવી છે કે નવા નરોડા વિસ્તારમાં બાપાસીતારામ ચોક પાસે આવેલી સીરીન પાર્ક સોસાયટીમાં રહેતા જયદીપસિંહ ઇન્દ્રસિંહ રાઠોડ (..૨૨)એે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નંદીનીબહેન તથા સત્યમ ભાર્ગવ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક પહેલા સીજીરોડ ઉપર નોકરી કરતો હતો  પરંતુ  લોકડાઉન દરમિયાન નોકરી છૂટી ગઇ હતી જેથી બેકાર હતો,   મહિના પહે લા મોબાઇલ ઉપર નોકરી નામની એક એપ સર્ચ કરી હતી જેથી તેના મોેબાઇલ ઉપર નંદીની નામની મહિલાનો ફોન આવ્યો હતો અને અમદાવાગ એરપોર્ટ  ઉપર ખાનગી વિમાની સેવામાં નોકરીની  જગ્યા ખાલી હોવાની વાત કરી ને  રૃા. ૨૪૫૦માંે રજિસ્ટ્રેશન કરવવાની વાત કરી હતી.

(5:58 pm IST)