Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

CBSE બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.૯ થી ૧રના અભ્યાસક્રમ ઘટાડશે

વિષય નિષ્ણાંતો પાસેથી સુચનો મંગવ્યા છે : ચર્ચા વિચારણા ચાલુ

ગાંધીનગર, તા. ૮ : સીબીએસઇ બાદ   હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ધો. ૯ થી ૧૧નો અભ્યાસક્રમ ઘટાડવા કવાયત હાથ ધરી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજયુકેશન (CBSE) દ્વારા ધોરણ ૯થી ૧૨ સુધીનો સિલેબસ ૩૦ ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ પણ હવે CBSEના પગલે ચાલીને વિદ્યાર્થીઓનો સિલેબસ દ્યટાડવા જઈ રહી છે. રાજય સરકારે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજયુકેશન બોર્ડ (GSHSEB)ને આદેશ આપ્યા છે કે, તે પણ ધોરણ ૯ થી ૧૨ સુધીનો અભ્યાસક્રમ ઘટાડે. જેવી રીતે CBSE બોર્ડ દ્વારા ઘટાડવામાં આવી રહ્યો છે.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, શિક્ષણ બોર્ડને ધોરણ ૯ થી ૧૨નો સિલેબસ ઓછો કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. વિષય નિષ્ણાંતો પાસે સૂચનો માંગવામાં આવશે. જે બાદ ચર્ચા-વિચારણના અંતે નક્કી કરવામાં આવશે કે, સિલેબસમાં શું રહેશે અને શું નહી? બીજી તરફ રાજય સરકારની સાથે સંશોધિત અભ્યાસક્રમ પર વાટાદ્યાટ કરવાનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે.

(3:52 pm IST)