Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોના મહામારીએ

અમદાવાદમાં ૧૦૩ દિ'માં ૧૫૦૦થી વધુના જીવ લીધા

અમદાવાદ, તા. ૯ :૨૬ માર્ચના રોજ અમદાવાદમાં કોરોનાથી પહેલું મૃત્યુ નોંધાયું હતું જે બાદ ૧૦૩ દિવસમાં શહેરમાં કોરોનાથી કુલ ૧૫૦૦ લોકોના મોત નીપજ્યા છે. બુધવારે ૫ કોરોના પોઝિટિવના મૃત્યુ બાદ અમદાવાદ દેશમાં કોરોનાના કારણે મરનારા દર્દીઓની સંખ્યામાં ત્રીજો મોટો જિલ્લો બની ગયો છે. જેમાં સૌથી પહેલા નંબરે મુંબઈ ૫૦૬૪ મોત, દિલ્હી ૩૨૧૩ મોત છે. જ્યારે ચેન્નઈમાં અત્યાર સુધીમાં ૧૧૪૩ વ્યક્તિઓનું કોરોનાના કારણે મોત નીપજ્યાનું નોંધાયું છે. હવે તેનાથી આગળ અમદાવાદ (૧૫૦૦ મોત) નિકળી ગયું છે. જોકે રાજ્ય અનુસાર જોવામાં આવે તો ગુજરાતમાં પણ કોરોનાના કારણે જેટલા મોત થયા છે તેના ૭૫ ટકા મોત અમદાવાદ જિલ્લામાં થયા છે.

(2:56 pm IST)