Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

BOBના મેનેજર, મેરિટાઇમ બોર્ડના ક્લાર્કને પણ કોરોના

ગાંધીનગર, તા. ૦૮ :  શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે કોરોનાના ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં મહાપાલિકા વિસ્તારમાં ૬ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૦ દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી લેતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કલોલમાં કોરોનાને કારણે ૧ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પોઝિટિવ આવેલા દર્દીમાં સેક્ટર ૨૫માં રહેતા ૪૫ વર્ષીય પુરૃષ સેક્ટર ૨૫માં આવેલી કલ્પતરૃ પાવર ટ્રાન્સમિશન કંપનીમાં ફરજ બજાવે છે. જે ૧૦ દિવસ પહેલાં મુંબઈના રાયગઢથી ગાંધીનગર આવ્યા હતા. આ ઉપરાંત સેક્ટર ૨૩માં ૬૧ વર્ષીય વૃદ્ધ, સેક્ટર ૩ડ્ઢમાં ૪૭ વર્ષીય પુરૃષ સામેલ છે. આ સાથે જ સેક્ટર- 4Dમાં રહેતાં અને સેક્ટર ૨૬માં આવેલી બેન્ક ઓફ બરોડાના બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં ૩૭ વર્ષીય મહિલા અને સેક્ટર-8Bમાં રહેતા અને ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ રાંધેજામાં ફરજ બજાવતા ૫૦ વર્ષીય પુરૃષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સેક્ટર-૧૩માં રહેતા અને મેરીટાઇમ બોર્ડમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ૪૭ વર્ષીય પુરૃષ સંક્રમિત થયા છે. ગાંધીનગર તાલુકામાં ૬, કલોલ તાલુકામાં ૭, માણસા તાલુકામાં ૧ અને દહેગામમાં ૩ મળી કુલ ૧૭ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.

                     જેમાં ગાંધીનગર તાલુકામાં મોટો ચિલોડા ગામમાં ૪૮ વર્ષીય મહિલાને, મહુન્દ્રા ગામમાં ૨૯ વર્ષીય યુવાન, સુધડ ગામમાં ૪૩ વર્ષીય મહિલા, સરગાસણ ગામમાં ૪૫ વર્ષીય પુરૃષ, શિહોંલી મોટીમાં ૫૫ વર્ષીય આધેડ અને પેથાપુર ગામમાં ૨૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે.કલોલ તાલુકામાં બોરીસણા ગામમાં ૪૫ વર્ષીય પુરૃષ, જેથલજ ગામમાં ૪૩ વર્ષીય પુરૃષ, બાલવા ગામમાં ૭૨ વર્ષીય વૃદ્ધ અને કલોલ શહેરમાં ૭૦ તથા ૭૨ વર્ષીય વૃદ્ધ સ્ત્રી, ૪૬ વર્ષીય પુરૃષ અને ૩૦ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

                     આ ઉપરાંત માણસા શહેરમાં ૬૪ વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દહેગામમા દિવ્ય શક્તિ સોસાયટીમાં રહેતાં ૫૭ વર્ષીય પુરૃષ, સહજાનંદ ફ્લેટમાં રહેતી ૪૫ વર્ષીય મહિલા અને અનુરાધા સોસાયટીમાં રહેતો ૪૫ વર્ષીય પુરૃષ સંક્રમિત થયો છે.જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક ૫૫૨ થયો છે. જેમાં ૧૧૯ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ૩૮૧ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંક ૩૯ વ્યક્તિઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ૧૭,૬૨૭ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ૧૭૧૫૭૯ વ્યક્તિઓને હોંમ ક્વોરેન્ટાઈન અને ૧૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૪ વ્યક્તિઓને ખાનગી ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યાછે.

(10:34 pm IST)