Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

લઘુમતિ શાળાઓને RTEમાંથી બાકાત રાખવા મામલે હાઇકોર્ટમાં અપીલ

ભાવનગર જિલ્લાની લઘુમતી શાળાઓએ હાઇકોર્ટમાં કરેલી અરજી મુદ્દે કોર્ટે સરકાર અને શિક્ષણ વિભાગને નોટિસ ઇશ્યૂ કરી

અમદાવાદ તા. ૯ : લઘુમતી શાળાઓને RTEની પ્રક્રિયામાંથી બાકાત રાખવા માટે મનાઇ હુકમ કરવાનો હાઇકોર્ટે હાલ પુરતો ઇન્કાર કર્યો છે. ભાવનગર જિલ્લાઓની લઘુમતી શાળાઓેએ કરેલી અરજી મુદ્દે હાઇકોર્ટે મનાઇ હુકમ કરવાનો ઇન્કાર કરતા શિક્ષણ વિભાગ અને સરકારને નોટિસ ઈશ્યૂ કરી છે.

હાલમાં રાજયની શાળઓમાં ચાલી રહેલી એડમિશન પ્રક્રિયા અંતર્ગત લઘુમતી શાળાઓ RTE હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી રહી છે. આ સ્થિતિમાં જે લઘુમતી શાળાઓ પ્રવેશ નહીં આપે તેમને સરકારની કાર્યવાહી થાય તેવી સ્થિતિ ઉદભવતા ભાવનગર જિલ્લાની લઘુમતી શાળાઓ સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ થોમસ, સેન્ટ મેરી સ્કૂલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ શાળાઓએ દલીલ કરી હતી કે લઘુમતી શાળાઓને રાઇટ ટૂ એજયુકેશનનો કાયદો લાગુ ન પાડી શકાય.

ભાવનગર જિલ્લાની લઘુમતી શાળાઓની અરજી અંગે હાઇકોર્ટે હાલ પુરતો મનાઇ હુકમ આપવાનો ઇન્કાર કર્યો છે. હાઇકોર્ટે આ વિષયમાં સરકાર અને શિક્ષણ વિભાગને નોટિસ ઇશ્યૂ કરી છે અને શાળાઓને આરટીઈની પ્રક્રિયાથી બાકાત રાખાની અપીલ પર વધુ સુનાવણી ૨૧ જૂનના રોજ હાથ ધરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી શૈક્ષણિક વર્ષમાં જે શાળાઓ RTE હેઠળ પ્રવેશ નહીં આપે તો સરકાર પગલાં લેશે તેવી સ્થિતીમાં ગુજરાત હાઇકોર્ટમાં ભાવનગરની ચાર લઘુમતી શાળાની અરજી મુદ્દે કોર્ટ આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરશે.

(3:57 pm IST)