Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

શામળાજી પાસે મેરાવાડા રોડ પર મશીન સાથે બાઈક અથડાતા એક યુવાનનું ઘટનાસ્થળે મોત : બે ઘાયલ

હાઇવે પર કામ કરતા મશીન સાથે બાઇકની ટક્કર : ઘવાયેલ એકને અમદાવાદ અને બીજાને શામળાજી હોસ્પિટલમાં ખસેડાયો

શામળાજી પાસે મેરાવાડા રોડ પર અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. શામળાજી હાઇવે પર કામ કરતા મશીન સાથે બાઇક અથડાતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત એક યુવાનને અમદાવાદ જ્યારે અન્ય એકને શામળાજીનાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.

   આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-ઉદેપુરનાં છ માર્ગીય હાઇવેનાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે એક મશીનથી શામળાજી નજીક મેરાવાડ ગામ પાસે કામ થઇ રહ્યું હતું. ત્યાં એક 3 યુવાનો સવાર એક બાઇક આ મશીનને અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

(11:43 am IST)