Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તારોમાં નિવારવા હેન્ડપંપ રીપેરીંગ કરવા ચાર ટીમોને કાર્યરત

જિલ્લામાં ૧૮ જેટલી વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનામાં ૧૧૦૫ ગામોને આવરી લેવાયા

ડીસા બનાસકાંઠાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં પીવાના પાણીની તંગી નિવારવા હેન્ડપંપ રિપેરીંગ માટે ચાર ટીમોને કામે લગાડાઈ છે. જિલ્લામાં કુલ ૧૮ જેટલી વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ ૧૧૦૫ ગામોને આવરી લેવાયા છે. જે પૈકી ૬૯૩ ગામોમાં અને ૯ શહેરોમાં પીવાનું પાણી પૂરું પડાય છે. સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાઓમાં ૧૨૨ ગામો અને ૩ શહેરોનો પણ સમાવેશ કરાયો છે.

જિલ્લાનો ઉત્તર પૂર્વ વિસ્તાર ખડકાળ હોઇ આ વિસ્તારમાં ઉંડા બોર શકય ન હોઇ પાણી માટે સાદા કુવા અથવા હેન્ડપંપ જેવા પરંપરાગત સ્ત્રોત પર આધાર રાખવો પડે છે.આવા વિસ્તારોમાં હાલ પીવાના પાણી માટે કુલ ૬,૩૮૩ હેન્ડપંપ ગ્રામ્ય વિસ્તારોમાં અને ૭૩ હેન્ડપંપ અંબાજી મુકામે કાર્યરત છે. હેન્ડપંપ રિપેરીંગ માટે જિલ્લામાં ૪ ટીમો કાર્યરત છે.

જયાં હેડપંપ બંધ છે તેવા વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડની કચેરી પાલનપુર દ્વારા પીવાના પાણીની તંગી નિવારવા માટે ૧૫.૨૦ કરોડ રૂપિયાનો ખાસ કન્ટીજન્સી પ્લાન બનાવી પાણીની મુશ્કેલી થઇ શકે તેવા ૧૪૧ ગામો માટે વિશેષ આયોજન કરાયું છે.

(10:20 am IST)