Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર : 84.17 ટકા રિઝલ્ટ સાથે રાજકોટ શહેર મોખરે

અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે રાજ્યમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થયું છે  વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે. આ સાથે જ ગુજકેટનું પરિણામ જાહેર થયેલ છે  જ્યારે 2017ના રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા પરિણામ હતું જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું.

આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓમાં ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ત્યારે વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ AB (ગણિત + જીવવિજ્ઞાન)માં 31 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.

 

ડાંગ- આહવામાં સૌથી ઓછા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ડાંગમાં 310, પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અમદાવાદ શહેરમાં 10,341 અને અમદાવાદ ગ્રામ્યમાં 7,420 વિદ્યાર્થીઓ હતા. અમદાવાદમાં શહેર અને ગ્રામ્યમાં મળી 17 હજાર 761 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરતમાંથી 17,229, રાજકોટમાંથી 10,283, વડોદરામાંથી 8,358 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. 

(9:23 am IST)