Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગાંધીનગરમાં સે-7/8 નજીક બપોરના સુમારે બનાસકાંઠાના યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત નિપજતા અરેરાટી મચી જવા પામી

ગાંધીનગર:શહેરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોકેટગતિએ દોડતા વાહનો અકસ્માત સર્જીને ફરાર થઈ રહયા છે ત્યારે ચ-માર્ગ ઉપર વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નીપજયું છે. જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે મુળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઈશરવા ગામનો યુવાન નિકુલકુમાર રામચંદભાઈ પ્રજાપતિ ગાંધીનગરમાં સે-ર ખાતે રહીને મિત્રો સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. ગઈકાલે નિકુલ તેનું મોપેડ નં.જીજે-૧૮-ડીએ-ર૦૪૯ લઈને સે-ર૧માં કોરોનાનો ટેસ્ટ કરાવવા જઈ રહયો હતો. તે દરમ્યાન ચ-રોડ ઉપર સે-૭/૮ના કટ પાસે કોઈ અજાણ્યો વાહનચાલક નિકુલના મોપેડને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના કારણે નિકુલ નીચે પટકાયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ૧૦૮ એમ્બયુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સીવીલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે મૃતકના પિતરાઈ ભાઈ અનીલકુમાર પ્રજાપતિની ફરીયાદના આધારે સે-૭ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૃ કરી છે.  

(5:11 pm IST)