Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં વધતા કોરોના કેસની પ્લેગની મહામારી યાદ આવી ગઇઃ ૧૯૯૪ માં હજારો લોકો મોતને ભેટયા’તાઃ રોગચાળો ફાટી નિકળતા લોકો રાતોરાત સુરત છોડીને વતન જવા લાગ્યા’તા

સુરત તા.૯ : કોરોના વાયરસની બીજી લહેર દેશમાં ખતરનાક સાબિત થઇ રહી છે. ગુજરાતમાં પણ સુરત અને અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા વધવાની સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. મહામારીને રોકવાનો માત્ર એક રસ્તો જોવા મળે છે, આઇસોલેશન અને સોશિયલ ડિસ્ટસિંગ. સુરતમાં 19મી સદીમાં જ્યારે સોશિયલ ડિસ્ટસિંગ ના હોવાને કારણે હજારો લોકોએ પ્લેગને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક સરકારી રિપોર્ટ અનુસાર 1994માં દેશમાં પ્લેગ મહામારીથી 1800 કરોડનું નુકસાન થયુ હતું. પ્લેગ પણ વાયરસ સંક્રમણ હતું જે જાનવરોના વાયરસથી માણસોમાં પહોચ્યુ હતું, ત્યારે સુરતમાંથી હજારો લોકોએ મહામારી ફેલાયા બાદ પલાયન કર્યુ હતું. તે સમયે શું થયું હતું અને કેવી રીતે સુરતમાં પ્લેગ ફેલાયો હતો તેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.

21 સપ્ટેમ્બર, 1994નો દિવસ હતો. સુરતના ડેપ્યુટી હેલ્થ કમિશનરને જાણ કરવામાં આવી હતી કે શહેરની એક હોસ્પિટલમાં મોત નીપજ્યું છે અને મૃત્યુ પામનાર વ્યક્તિમાં ન્યુમોનિક પ્લેગના લક્ષણો જોવા મળે છે. તે દિવસે સાંજ સુધીમાં તેમને જાણ કરવામાં આવી હતી કે સુરતના વેડ રોડ રહેણાંક વિસ્તારમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે અને લગભગ 50 જેટલા દર્દીઓ ન્યુમોનિક પ્લેગના લક્ષણો ધરાવતા હોસ્પિટલોમાં દાખલ થયા છે.

તંત્ર ચોકી ગયુ હતું. જ્યાર સુધી સરકાર કોઇ મેડિકલ બુલેટિન બહાર પાડે ત્યાં સુધીમાં અખબારોમાં એવા અહેવાલ આવ્યા કે 20થી 25 સપ્ટેમ્બર દરમિયાન હોસ્પિટલમાં પ્લેગના લગભગ 460 કેસ આવ્યા છે અને લગભગ 1061 દર્દી મહામારીથી પ્રભાવિત છે. વહીવટીતંત્રએ ડર વ્યક્ત કર્યો હતો કે રોગચાળો ભયંકર સ્વરૂપ ના લઇ લે, તેવુ થયું. 1994ના પ્લેગે સુરત અને ગુજરાત નહી, દેશ અને દુનિયાને હચમચાવી દીધું હતું.

લોકોને રોગચાળો ફાટી નીકળવાના સમાચાર મળતા તેઓ શહેર છોડીને જવા લાગ્યા હતા. થોડા દિવસોમાં, સુરતની લગભગ 25 ટકા વસ્તીએ શહેર છોડી દીધું. નિષ્ણાતોના મતે આઝાદી પછી લોકોનું બીજુ મોટુ પલાયન હતું. પહેલા શહેરના અમીર લોકો પોત પોતાની ગાડીઓમાં જવા લાગ્યા હતા પછી ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉક્ટર અને કેમિસ્ટ પણ શહેર છોડીને જવા લાગ્યા હતા. કેટલાક સરકારી અધિકારીઓએ પણ કેટલાક બહાના કાઢી રજા લઇને સુરતને છોડી દીધુ હતું. ટ્રેન,બસ જેમાં જગ્યા મળે તેમાં બેસીને લોકો શહેરમાંથી બહાર જતા રહ્યા હતા.

સુરત હીરા અને કાપડના કારખાનાઓ માટે પ્રખ્યાત છે, કામદારો પણ પગાર મળતાની સાથે સ્થળાંતર કરી ગયા હતા. કામદારો મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અથવા બિહાર અને અન્ય રાજ્યના હતા. કામદારો દ્વારા મહામારી અન્ય રાજ્યમાં પણ ફેલાવાની આશંકા બની હતી. કુલ મળીને આખા દેશમાં પ્લેગના 6334 સંભવિત કેસ દર્જ થયા, જેમાંથી 55 લોકોના મોત થયા અને વિવિધ તપાસ કેન્દ્રમાં 288 લોકોમાં તેની પૃષ્ટીનો દાવો કરવામાં આવ્યો.

મહામારીને કારણે દેશને 18,000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ. વિદેશમાં બદનામી થઇ તે અલગ. લંડનના હિથ્રો એરપોર્ટ પર જતા એર ઇન્ડિયાના વિમાનને પ્લેગ વિમાન કહેવામાં આવ્યું. બ્રિટિશ અખબાર ઇન્ડિપેડન્ટે તેને મધ્યયુગીન શાપ ગણાવ્યું હતું, જ્યારે ટાઇમ મેગેઝિને તેને મધ્યયુગીન હોરર શો કહ્યો. તે દિવસોમાં મધર ટેરેસા રોમની મુલાકાતે હતા. ત્યા એરપોર્ટ પર તેમની પુરી તપાસ બાદ તેમણે શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

આયાત-નિકાસ અટકી ગઇ હતી. પર્યટન પર પણ તેની ખરાબ અસર પડી હતી. અમેરિકા અને અન્ય વિકસિત દેશોએ તેમના નાગરિકોને ભારત જવાની સલાહ આપી હતી. કેટલાક દેશોએ તો એર ઇન્ડિયાના વિમાનમાં ધ્રૂમપાન પણ શરૂ કરી દીધુ હતું. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ સુરત આવ્યા હતા અને તેમની એક મેડિકલ ટીમે પરિસ્થિતિની સમીક્ષઆ કર્યા બાદ વિશ્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ભારતે તેને રોકવા માટે તમામ જરૂરી પગલા લીધાં છે પરંતુ તેની કોઇ ખાસ અસર જોવા મળી નહતી. કુલ મળીને દેશની મજાક ઉડી હતી.

કોઈ પણ રોગચાળા કે આપત્તિ પછી કેટલાક પ્રશ્નો વણઉકેલાયેલા રહે છે. સુરતમાં પણ આવુ બન્યું હતું. ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નો હતા. પ્રથમ, મહામારી ખરેખર પ્લેગ હતી? બીજું, તેની શરૂઆત કેવી રીતે થઇ? ત્રીજું, તે કેવી રીતે ફેલાઇ?

પ્લેગ એવી મહામારી છે જે ઉંદરમાં ચાંચડ દ્વારા થતો રોગચાળો છે. જ્યારે મોટી સંખ્યામાં ઉંદર મૃત્યુ પામે છે તો પ્લેગના બેક્ટેરિયાથી ભરેલા ચાંચડ તેમના શરીરને છોડી દે છે અને જો તેઓ માણસને કરડે છે તો રોગચાળો ફેલાય છે. ન્યુમોનિક પ્લેગ યેરીસિના પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી થાય છે, તે સમયે કહેવામાં આવ્યું હતું કે ઓગસ્ટ, 1994માં સુરત શહેરમાં મોટી સંખ્યામાં ઉંદરો મૃત્યુ પામ્યા હતા. તે ચોમાસાનો મહિનો હતો. તાપી નદીના કિનારે વસેલા સુરતમાં પૂરનું પાણી ભરાઇ ગયુ હતું. મૃત ઉંદરો શહેરભરમાં ફેલાઇ ગયા હતા, ભેજ અને ગરમીને લીધે તેમાંથી પ્લેસ બેક્ટેરિયા ધરાવતા ચાંચડ કેટલાક માણસોને કરડ્યા હતા, જેને કારણે બીમારી ફેલાઇ હતી. ન્યુમોનિક પ્લેગના દર્દીને ઉધરસ આવે છે, તેનાથી ચેપ હવામાં ફેલાય છે અને પ્લેગ રોગચાળાનું સ્વરૂપ લે છે.

ત્રીજા પ્રશ્નના જવાબમાં એટલે કે તે કેવી રીતે ફેલાયો, માવલંકર લખે છે, કેમ કે ન્યુમોનિક પ્લેગ ખૂબ ઝડપથી ફેલાય છે અને ગીચ વિસ્તારમાં કહેર સર્જાય છે, તો પછી કેવી રીતે સંભવ છે કે ખચાખચ ભરેલી બસો અને ટ્રેનો દ્વારા મહામારી નથી ફેલાઇ? માટે જ્યારે કોઇ પણ કોઇ રાજ્યમાંથી પ્લેગના આટલા કેસ નથી આવ્યા તો બીમારી થવાની પૃષ્ટી જરૂરી છે. બીજી તરફ જાણીતા પત્રકાર પ્રફુલ બિડવઇએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પોતાના એક લેખમાં મહામારી થવાનો ઇનકાર કર્યો હતો. માર્ચ 1995માં ન્યૂયોર્ક ટાઇમ્સે પણ લગભગ વાતોને ઉઠાવતા સુરતના પ્લેગ પર સવાલ ઉભા કર્યા હતા.

આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે મીડિયાએ વિષય પર સંપૂર્ણ તપાસ કરી નથી, હકીકતોની તપાસ કરી નથી અને એક બીજા સાથે સ્પર્ધા કરવાની લડતમાં તેને વધારી-ચઢાવીને રજૂ કરી? શુ એવું થયું કે રોગ કંઇક બીજો હતો અને કહેવામાં બીજુ કંઇક આવ્યું? કદાચ, જો પરીક્ષણ કેન્દ્રો પર લાવવામાં આવેલા નમૂનાઓની યોગ્ય તપાસ કરવામાં આવી હોત તો કોઇ અન્ય બીમારીની ખબર પડતી? બધી વાતોનનો જવાબ મેળવવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મે, 2000માં નિર્ણય કર્યો હતો કે બન્ને પક્ષ અથવા માનનારા અથવા ફગાવનારાઓને આમને સામને બેસાડીને પુરી વાત સમજવામાં આવે જેનાથી રહસ્ય પરથી પરદો ઉઠી શકે, તે મીટિંગનું શું થયુ, ક્યારેય ના સાંભળ્યુ કે ના વાંચવામાં આવ્યું.

હાં, પણ દેશમાં રોગ જે ગતિથી ફેલાયો હતો તે પૂર્ણ પણ થઇ ગયો, તે બાદ સુરત શહેરમાં પરિવર્તન આવ્યું. એક સમયે ગંદકી અને ઝુંપડપટ્ટી માટે જાણીતા સુરતની કાયાપલટ થઇ ગઇ. આગામી ત્રણ વર્ષમાં તે દેશનું બીજું સ્વચ્છ શહેર બન્યું.

(4:24 pm IST)