Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરાના સંકટ સમયે સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ

(પ્રભુદાસ પટેલ દ્વારા) મોટી ઇસરોલ :કોરાના વાયરસની સંકટ ઘડીમાં  સંત રાજીન્દર સિંહજી મહારાજની કૃપાથી, સાવન કૃપાલ રૂહાની મિશન સંકટના આ સમયમાં ગરીબ અને જરૂરીયાતમંદો માટે ફૂડ પેકેટ, માસ્ક, સાબુ, સેનિટાઇઝર દાન કરી રહ્યું છે. ગુજરાત ઉપરાંત, મિશનના સ્વયંસેવકો સ્થાનિક -જિલ્લા વહીવટની પરવાનગી મેળવ્યા પછી ભારતભરના સાવન કિરપાલ રૂહાની મિશનના 300 થી વધુ કેન્દ્રોમાં અન્ન અને અન્ય આવશ્યક ચીજોનું દાન કરી રહ્યા છે.

 એચ.એચ. સંત રાજીન્દરસિંહજી મહારાજની કૃપાથી, સાવન કૃપાલ રૂહાની મિશન કુદરતી આફતો દરમિયાન સમાજનાં કલ્યાણ માટે નિસ્વાર્થ સેવા કરવા હંમેશાં તત્પર રહે છે. માનવતાની સેવા એ મિશનના મુખ્ય સિદ્ધાંતોમાંથી એક છે. અમદાવાદ, જામનગર અને ગોધરા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં નિસ્વાર્થ સેવા કરવામાં આવી છે.

(6:40 pm IST)