Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

આણંદ નજીક જોળ ગામે બાથરૂમની ઓરડી ખસેડી લેવા બાબતે ચાર શખ્સોએ મળી સાસુ-વહુ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા જોળ ગામના કૃષ્ણનગર, આંબલા વિસ્તારમાં બાથરૂમની ઓરડી ખસેડી લેવાની બાબતે ચાર શખ્સોએ તકરાર કરીને સાસુ-પુત્રવધુને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી મધુબેન ભાનુભાઈ પરમારના ઘરની બાજુમાં મેલાભાઈ શનાભાઈની ગુંઠા જમીન આવેલી છે જેમાં તેઓએ બાથરૂમની ઓરડી બનાવી હતી. પરંતુ ત્યારબાદ મેલાભાઈએ જમીન બીજી વ્યક્તિને વેચી મારી હતી. દરમ્યાન નજીકમાં રહેતા મગનભાઈ સાથે તેમને બાબતે ઝઘડાઓ ચાલતા હતા.

(5:41 pm IST)