Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

હનુમાનજી મહારાજ પાસે અષ્ટસિદ્ધિ અને નવ નિધિ છે, છતાં દાસભાવે ભગવાન રામની આરાધના કરે છે: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

કોરોના મહામારી રોગથી રક્ષણ માટે SGVP પરિસરમાં આવેલ હનુમાન ગઢીમાં મારુતિ મહા યજ્ઞ: મહા આરતિ

અમદાવાદ તા.૯ ભારતમાં ઠેર ઠેર કોરાનાનો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે લોક ડાઉનને કારણે પોતાના રહેઠાણમાં જ રહીને લોકો હનુમાન જયંતી ઉજવી રહ્યા છે ત્યારે .....

     આજે ચૈત્ર શુદ પુનમ હનુમાન જયંતીના પુનિત પર્વે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં, સાંજે ૫ કલાકે SGVP પરિસરમાં આવેલ હનુમાન ગઢીમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક લક્ષ્મીનારાયણજી અને પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિચજીએ વૈદિક વિધિ સાથે હનુમાનજી મહારાજનું ષોડશોપચાર પૂજન કરાવ્યું હતું. ત્યાર બાદ તેના માર્ગદર્શન સાથે મારુતિ યજ્ઞ કરવામાં આવેલ.

    પુ.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમ્યા બાદ સ્વામીજીએ યજ્ઞની આરતિ ઉતારી હતી.

    આ પ્રસંગે પુ.માધવપ્રિચદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે બુધવાર ચૈત્રી સુદી પુનમનો દિવસ એટલે હનુમાન જયંતી.

    સમસ્ત વિશ્વમાં અને ખાસ કરીને ભારતભરમાં આ કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે કષ્ટભંજન દેવ સમસ્ત વિશ્વ ઉપર કૃપા કરે તેવી પ્રાર્થના છે.

    હનુમાનજી મહારાજ પાસે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ છે પણ બાહ્ય સિદ્ધિ કરતા તેની પાસે હરિસ્મરણ એ મોટી  સિદ્ધિ છે.

    પોતાની પાસે આવી સિદ્ધિઓ હોવા છતાં તે દાસભાવે રામચંદ્રજી ભગવાનનું સતત સ્મરણ કરે છે. દાસભાવે રહેવું એ મોટી વાત છે.

    આ ભયંકર સંકટના કાળમાં સુરક્ષા કર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ, ડોક્ટરો, નર્સો તથા વિવિધ વિભાગોના કર્મચારીઓ રાત દિવસ જોયા વિના પોતાના જાનના જોખમે સેવાઓ કરી રહ્યા છે, તેનું હનુમાનજી મહારાજ સર્વ રીતે રક્ષણ કરે એવી પ્રાર્થના છે.

(3:13 pm IST)
  • રાજ્યના બીજા મહાનગરોને પગલે હવે રાજકોટમાં ફરજિયાત માસ્કની વિચારણા કરતુ મ્યુનિ. કોર્પોરેશન: કોરોના સંક્રમણને પ્રસરતો અટકાવવા માટે લેવાઈ શકે છે નિર્ણંય access_time 12:39 pm IST

  • દિલ્હીમાં ગઇરાત સુધીમાં કોરોનાના નવા ૯૩ કેસઃ તમામ તબ્લીઘી જમાતના કાર્યકર્તાઃ નિયમોનું ઉલ્લઘન : પાટનગરમાં ગઇરાત સુધીમાં કોરોનાના ૯૩ નવા કેસ નોંધાયા તે તમામ તબ્લીઘી જમાતના કાર્યકર્તાના હોવાનું જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે ટવીટ કરી જાહેર કર્યું છે. આ લોકોએ નિઝામુદીન ખાતે સરકારના નિયમો અને સાવચેતીના પગલાનું ઉલ્લંઘન કરી મરકઝમાં હાજરી આપી હતી. દિલ્હીના ગઇકાલ સુધીના ૫૭૬ કોરોના કેસમાંથી ૩૩૩ જમાતી કાર્યકરો છે access_time 11:24 am IST

  • અમેરીકામાં કોરોનાની ૧૦ દવાની કલીનીકલ ટ્રાયલ ચાલુઃ ટ્રમ્પ : ઝડપભેર પ્રસરી રહેલ કોરોના વાયરસને ઝડપભેર નાથવા અમેરીકાના વહીવટી તંત્રે અભૂતપૂર્વ પ્રયાસો હાથ ધરાયા હોવાનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે રસી કે દવા વગર વિશ્વમાં ૮૮,૫૦૦ લોકોના જીવ ગયા છે અને ૧૫ લાખને કોરોના લાગુ પડયો છે access_time 4:17 pm IST