Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

બપોરે વડોદરામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા :કુલ 22 કેસ થયા : દર્દીઓને ગોત્રી હોસ્પિટલે ખસેડાયા

અગાઉ શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

વડોદરા : રાજ્યમાં આજે સવારે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં જબરો વધારો થઈને 241 થઈ હતી પરંતુ બપોર સુધીમાં આ સંખ્યા વધી ચુકી છે. વડોદરા શહેરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમને અગાઉ શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વડોદરામાં કુલ પોઝિટિવ કેસ 22 થઈ ગયા છે.

(1:41 pm IST)