Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સુરત APMC માર્કેટ ફરીથી શરૂ : બપોરે 2થી 6 ખેડૂતો પ્રવેશી શકશે :રાત્રે 8થી 2 ખરીદનારાને મળશે પ્રવેશ

સુરત : અનિશ્ચિત મુદત માટે બંધ કરાયેલી સુરત APMC માર્કેટ આજથી ફરી શરૂ થઇ ગયું છે. ખેડૂતો અને ખરીદનારનો સમય નક્કી કરીને APMC માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. હવે બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં માત્ર ખેડૂતો જ APMCમાં પ્રવેશી શકશે અને માલ વેચી શકશે. જ્યારે રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી માત્ર ખરીદનારાઓને જ પ્રવેશ મળશે. મહત્વનું છે કે ખેડૂતો અને ખરીદનારાઓનો ધસારો વધી જતા પોલીસ કમિશનર અને કલેક્ટરે અનિશ્ચિતકાળ સુધી APMCને બંધ રાખવા આદેશ આપ્યો હતો

(9:38 pm IST)
  • વડોદરામાં વધુ ચાર કોરોના પોઝીટીવનાં કેસ: વડોદરા કલેક્ટરે વધુ 4 કેસની કરી પુષ્ટિ: વડોદરામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 22 થયો access_time 1:24 pm IST

  • પોરબંદર જિલ્લા માટે રાહતના સમાચાર : પોરબંદરમાં પ્રથમ કોરોના પોઝિટિવ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો :અગાઉ આ 48 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો access_time 9:47 pm IST

  • " મેઇડ ઈન ચાઈના : કેનેડાને કોરોના વાઇરસ સામે રાહત આપવા ચીને મોકલેલા 60 હજાર માસ્ક મોઢા ઉપર લગાવતા જ ફાટી ગયા access_time 8:00 pm IST