Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મહેસાણામાં કોંગ્રેસને લાગશે મોટો ઝટકો ;પાટીદાર નેતા કિરીટ પટેલની ભાજપમાં જોડાવવાની તૈયારી

ગુરુવારે બહુચરાજીમાં ભાજપની સભામાં ભગવો ખેસ ધારણ કરે તેવી શક્યતા

 

મહેસાણા ;રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં પક્ષ પલટું નેતાઓ પણ ધ્યાન ખેંચી રહ્યાં છે.ત્યારે વધુ એક હેવાલ મુજબ  મહેસાણામાંથી જાણીતા પાટીદાર નેતા કિરીટ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે.

 

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે, 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવવાની તૈયારી કરી રહ્યાં છે.જાણવા મળ્યા મુજબ કિરીટ પટેલ સાથે 8થી 10 હજાર કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે. 12 એપ્રિલ બહુચરાજીમાં યોજાનાર બીજેપીની સભામાં કિરીટ પટેલ ભગવો ધારણ કરશે.

  સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણી, નીતિન પટેલ, ઋત્વિજ પટેલ, રજનીભાઇ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહશે

(11:36 pm IST)