Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સુરત: છેલ્લા ચાર વર્ષમાં કાપડના વેપારી પાસેથી 34.53 લાખની સાડી મંગાવી 6 વેપારીએ પેમેન્ટ ન ચુકવતા ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારી પાસેથી વિતેલા ચાર વર્ષ દરમિયાન રૂ. ૩૪.૫૩ લાખની સાડી મંગાવી આંધ્રપ્રદેશ અને કર્ણાટકના છ વેપારીએ પેમેન્ટ નહીં કરતાં ભોગ બનનાર વેપારીએ તમામ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડુમસ રોડ એફલીન ટાવર ફ્લેટ નં. ૮૦૩ માં રહેતા મહેશભાઈ રામાવતાર જોગાની રીંગરોડ ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે. ચાર વર્ષ અગાઉ હૈદરાબાદમાં બાલાજી ટેક્સટાઇલ એજન્સીના નામે વેપાર કરતા રાજેન્દ્ર અગ્રવાલ, હૈદરાબાદમાં શ્રી ગણપતિ સિલ્ક મિલ્સના નામે વેપાર કરતા કિશોરભાઈ, વારંગલમાં અજય ક્લોથ સેન્ટરના નામે વેપાર કરતાં અજયકુમાર, બેંગ્લોરમાં મહાવીર સિન્ડિકેટના નામે વેપાર કરતાં બસવરાજભાઈ, વારંગલમાં વિનાયક સાડીના નામે વેપાર કરતા વિજયભાઈ, હૈદરાબાદમાં રાજલક્ષ્મી ટેક્સટાઇલના નામે વેપાર કરતા જસરાજભાઈ અને દ્વારપુડી માં સત્યદુર્ગા સિલ્ક સાડીના નામે વેપાર કરતાં વીર વેંકટ સત્યનારાયણ કુરસે તેમની સાથે ધંધો શરૂ કર્યો હતો.

(5:29 pm IST)