Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વડોદરામાં યુવતીઓને ભાડાના મકાનમાં રાખી કુકર્મ કરાવનાર મહિલા સહીત ત્રણ આરોપી પોલીસના સકંજામાં

વડોદરા:પરપ્રાંતીય યુવતીઓને બોલાવી ભાડાના મકાનમાં રાખી દેહવિક્રયનો ધંધો કરાવતી મહિલા સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા. મહિલા સિવાયના અન્ય બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કારેલીબાગ પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે, અન્ય રાજ્યમાંથી યુવતીઓને બોલાવી  ભાડાના મકાનમાં રાખી દેહવિક્રયનો ધંધો કરાવતા (૧) ઇમ્તીયાઝ ઉર્ફે એમતીજ ઉર્ફે અન્ના ઉકેલભાઇ શેખ (રહે. એમ.આઇ.જી. ફલેટ કારેલીબાગ મૂળ રહે. કોલકત્તા), (૨) બિજેન્દ્ર ઉર્ફે બ્રજેન્દ્ર ઉર્ફે વિજય ઓમપ્રકાશ ગુપ્તા (રહે. આરાધના સોસાયટી નિઝામપુરા મૂળ રહે. યુ.પી.) તથા (૩) સુનિતા પ્રકાશભાઇ કોરી (રહે. વસુપાર્ક સોસાયટી છાણી જકાતનાકા પાસે મૂળ રહે. મુંબઇ)ને કારેલીબાગ પોલીસે ઝડપી પાડયા હતા.

(5:26 pm IST)