Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અમદાવાદમાં આરટીઓની કડક કાર્યવાહી : ટ્રાફિકના નિયમ ભંગ બદલ 1500થી વધુના લાઈસન્સ સસ્પેન્ડ

પાંચ પાંચ વખત ઈ મેમો મળ્યા છતાં નહીં ગણકારનારાઓ ઉપર તવાઈ

અમદાવાદ: જાહેર રસ્તા ઉપર રોંગ સાઈડ વાહન ચલાવતા, ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરનારા કે વોટ્સઅપ મેસેજ કરનારા કે પછી પુરપાટ સ્પીડે વાહન ભગાવનારા વાહનચાલકોની સંખ્યા વધી રહી છે.પાંચ પાંચ વખત ઈ મેમો મળ્યા છતાં તેને નહીં ગણકારનારાઓ ઉપર અમદાવાદ આરટીઓએ કડક કાર્યવાહી હાથ ધરી હતી

 . વર્ષ ૨૦૧૮-૧૯માં આરટીઓએ અંદાજિત આવા ૧૫૦૦થી વધુ લાઈસન્સ સસ્પેન્ડ કર્યાં છે. તેમાં વાહન અકસ્માત કરનારાઓનો સમાવેશ પણ થાય છે.

 વાહનચાલક મોબાઈલ પર વાત કરતાે, ગાડી ચલાવતો હોય, પીધેલો હોય કે પછી ઝડપી વાહન હંકારતો હોય તેઓ પર કડક વલણ અપનાવીને આરટીઓ અને ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. ટ્રાફિક પોલીસ મોટા ભાગે આરટીઓને આવા વાહનચાલકોનાં લાઈસન્સ સસ્પેન્ડ કરવા માટે ભલામણ કરતી હોય છે.

 સામાન્ય રીતે આરટીઓ વાહનચાલકનું સીધું લાઈસન્સ સસ્પેન્ડ કરતી નથી. અકસ્માત સિવાયના કેસમાં આરટીઓ પહેલાં વાહનચાલકને સાંભળે છે. વાહનચાલકના ખુલાસાની ચકાસણી કરે છે, અને હીયરિંગ બાદ જ જો આરટીઓને લાગે કે લાઈસન્સ સસ્પેન્ડ કરવા જેવું છે તો જ કરે છે.

 લાઈસન્સ સસ્પેન્ડ થયા પછી પણ વાહનચાલકનો વિરોધ હોય તો તેને કોર્ટમાં જવું પડે. ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને ટ્રાફિકના નિયમો તોડનારાઓની સંખ્યા પણ વધી રહી છે.

(1:00 pm IST)