Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અમદાવાદમાં પાંચ દિવસ યલો એલર્ટ જાહેરઃ લોકોને સાવધાન રહેવા અપીલ

સૌરાષ્ટ્ર-કચ્છ-ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ તા.૯,  અમદાવાદ સતત વધી રહેલા તાપમાન વચ્ચે આગામી પાંચ દિવસ અમદાવાદ માટે કપરા નિવડી શકે છે હવામાન વિભાગે અમદાવાદમાં ૫ દિવસ માટે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો આભને આંબી શકે છે.જે શકયતાને જોતા હવામાન વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે.

રાજયના વધુ પડતા ભાગોમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.જેમાં સમગ્ર ઉત્ત્।ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે.સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

(11:32 am IST)