Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પાટણના બાલીસણા ગામે ભાજપની સભામાં ભીડ દેખાડવા બાળકોનો ઉપયોગ !!

ગામના બાળકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવીને ખુરશી પર બેસાડાયા

 

ભાજપના પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચારને લઈને પાટણના બાલીસણા ગામે એક સભાનું આયોજન કરાયું હતું . સભામાં લોકોની પાંખી હાજરી હોવાના કારણે વધારે ખુરશીઓ ખાલી જોવા મળી હતી, ખાલી ખુરશીને ભરવા માટે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગામના બાળકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવીને ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા.

   કે, જે બાળકો કોંગ્રેસ, ભાજપ અથવા અન્ય પક્ષની રાજનીતિ વિષે કંઈ પણ જાણતા નથી અને જેમની ઉમર મતદાન કરવા લાયક પણ નથી તેવા બાળકોનો રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે.તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે 

(11:26 pm IST)