Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ ભભૂકી : બે કિલોમીટર સુધીની વનરાજી બળીને ખાખ

સાતઘુમ પાસેના જંગલમા આગ લાગતા વન વિભાગ અને ફાયર બ્રિગેડ દોડ્યું

 

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડોના જંગલોમાં ભીષણ આગ ભભૂકી હતી ઉનાળો શરૂ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે. પહાડોમાં રહેલા જંગલોમાં આગ લાગી હતી  ગરમીના કારણે માઉન્ટ આબુના સાતઘુમ પાસેના જંગલમાં લાગી આગ લાગી છે

આગ લાગવાની ઘટનાની જાણ વનવિભાગ અને ફાયર ફાઇટરોની ટીમને થતા તમામ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે. આગ લાગવાને કારણે 2 કિલોમીટરના વિસ્તારોમાં વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા. જેથી મોટું નુકશાન થયું છે.

(12:31 am IST)