Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અંબાજીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી :ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ

ભારે ગરમીને કારણે ટ્રકમાં આગ લગતા ડ્રાઇવર અને ક્લીનરેનીચે ઉતરી ગયા

 

અંબાજી: શહેર તરફ જઈ રહેલા પેટ્રોલ-ડીઝલ ભરેલા એક ટ્રકમાં ભારે ગરમીના કારણે આગ લાગી હતી. જેમાં ડ્રાઈવર અને ક્લીનરે પોતાનો જીવ બચાવ્યો હતો. ફાયર ફાઈટર્સે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

અંબાજી પંથકમાં ભારે ગરમીનાં કારણે અંબાજી તરફ જઇ રહેલાં પેટ્રોલ-ડીઝલ ભરેલાં એક ટેન્કરનાં કેબીનમાં આગ ભડકી ઉઠી હતી. દરમિયાન ડ્રાઇવર અને ક્લીનરે તાત્કાલિક ટ્રકની નીચે ઉતરી ટ્રકમાં રહેલાં સીઝ ફાયરની બોટલથી કેટલીક આગ કાબુમાં લીધી હતી

(9:06 am IST)