Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજયમાં આદ્યોગિક એકમોને કરોડોની લ્હાણી : વીજ શુલ્કમાં માફી અપાઇ હોવાનો ઘટસ્ફોટ

16,297 એકમોને 171556.78 લાખની રકમ વીજ શૂલ્કમાં માફી અપાઇ

અમદાવાદ : રાજ્યમાં 16,297 આદ્યોગિક એકમોને 1715 કરોડ 45 લાખ 78 હજારની રકમ વીજ શૂલ્કમાં સરકાર દ્વારા માફ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પ્રશ્નોત્તરીમાં પૂછેલાં પ્રશ્નોના ઉત્તરમાં સરકારે આપેલા જવાબોમાંથી હકીકત પ્રકાશમાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ રાજયના જુદા જુદા જિલ્લાઓમાં કેટલાં એકમોને વિજ બિલમાં માફી આપવામાં આવી છે તે અંગે વિધાનસભાના તારાંકિત પ્રશ્નોત્તરમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રશ્નોની સરકાર તરફથી માહિતી આપવામાં આવી હતી. માહિતીને સંકલિત કરીને કોંગ્રેસ દ્રારા જાહેર કરવામાં આવી છે

જિલ્લાનું નામ માફી આપેલ એકમ માફી અપાયેલી રકમ ( રૂ. લાખમાં )

નર્મદા 10 132.24

પાટણ 38 100.94

મહેસાણા 334 2159.97

દાહોદ 16 168.57

સુરત 6429 18336.54

મોરબી 2349 62503.51

સુરેન્દ્રનગર 274 3338.87

જામનગર 154 2557.52

દેવભૂમિ દ્રારકા 24 213.71

અરવલ્લી 44 172.46

રાજકોટ 1628 12820.41

ખેડા 126 849.30

ભરૂચ 274 11023.14

અમદાવાદ 1016 22029.82

મહીસાગર 03 3.35

બનાસકાંઠા 249 1240.22

કચ્છ 336 3866.44

નવસારી 57 252.49

વલસાડ 190 2772.32

ગીર સોમનાથ 77 337.76

જૂનાગઢ 156 305.18

ભાવનગર 376 4917.12

બોટાદ 76 619.30

ગાંધીનગર 881 2041.14

પંચમહાલ 292 3698.36

અમરેલી 149 7212.42

પોરબંદર 24 84.21

સાબરકાંઠા 317 3879.81

તાપી 08 11.86

વડોદરા 288 3344.05

છોટાઉદેપુર 15 16.69

કુલ 16,297 171556.78

 

(12:09 am IST)