Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદ પોલીસ દ્રારા પીડિત મહિલાઓની ફરિયાદનો તત્કાળ ઉકેલ લાવશે સંયુક્ત પોલીસ કમિશનરની ખાતરી

બાળ વિવાહ વિરુધ્ધ, યુવતીઓની છેડતી કરનારા અસામાજીક તત્વોનો સામનો કરવા કરાટેની તાલિમ લેતી મહિલાઓને જાગ્રત કરવાનો નાટયાત્મક પ્રસંગો ભજવાયા

અમદાવાદ :તા.8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના 30 વિદ્યાર્થીઓએ સમાજમાં રોજબરોજ બનતી ઘટનાઓને નાટક સ્વરુપે રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. આ નાટકોમાં બાળ વિવાહ વિરુધ્ધ, યુવતીઓની છેડતી કરનારા અસામાજીક તત્વોનો સામનો કરવા કરાટેની તાલિમ લેતી મહિલાઓને જાગ્રત કરવાનો નાટયાત્મક પ્રસંગો ભજવાયા હતા. જયારે ગ્રાહક જાગૃતિ અને મહિલા સશ્ક્તિકરણ હેતુને લઇને ગીતો અને કવિતા ઉપરાંત સમાજમાં દિકરા અને દિકરીના જન્મ તેમ જ ઉછેરમાં દાખવવામાં આવતા ભેદભાવ વિરુધ્ધ અસરકારક લાગણીશીલ નાટક ભજવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા પ્રમુખ સુચિત્રા પાલની આગેવાનીમાં યુવતીઓની ટીમે વંદેમાતરમના દેશભક્તિ ગીત, નુત્ય દ્રારા સૈના દિલ જીતી લીધાં હતા.

આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર-જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી. સોની મુખ્ય મહેમાન તથા અમદાવાદ શહેર પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર ( વહીવટ ) અજયકુમાર ચૈધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. સંયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર ચૈધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્રારા પીડિત મહિલાઓની ફરિયાદનો તત્કાળ ઉકેલ લાવશે તેવી ખાત્રી આપી હતી. જયારે ગુજરાત મહિલા આયોગના પ્રમુખ લીલાબેન અંકોલિયાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. જેમાં મહિલા સશક્તિકરણ માટે આયોગ મહિલાઓની પડખે હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં અમદાવાદ મીરરના સીનીયર પત્રકાર નેહાબેન અમીન દિવ્ય ભાસ્કરના મહિલા પત્રકાર તેજલ શુક્લ, વી.ટી.વી.ના પત્રકાર અનિતા પટ્ટણી, વી.આર. લાઇવના ન્યૂઝ એન્કર મિત્તલ ખાણીયા અને દિવ્યાંગ દિકરી કલગી રાવલ તેમ જ અપંગ મહિલા જયોતિબેન શાહની અદ્દભૂત સિધ્ધિઓ સૈના માટે પ્રેરણા અને અખૂટ ઉર્જાનો ભંડાર હોવાથી બિરદાવી હતી.

મહિલા કોરોના વોરિયર્સ યુ.એન. મહેતાના સ્ટાફ નર્સ દિવ્યાબાળાબેન વાઘેલા ઉપરાંત એલ.જી. હોસ્પિટલના નર્સ સુપ્રિટન્ડન્ટ કલ્પલતાબેન શાહ તેમ જ મહિલા કાર્યકર રૂઝાન ખંભાતાનું પ્રશસ્તિ પુરસ્કારનો શિલ્પ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 50 વર્ષથી જનહીત અને ગ્રાહકહીત માટે સમર્પિત ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુકેશ પરીખ દ્રારા જાગ્રત મહિલા ગ્રાહકોને ન્યાય અપાવી તેમ જ સફળતા-સિધ્ધિઓનું નાટક ભજવ્યું હતું

(9:26 pm IST)