Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓમાં વિવિધ સંવર્ગની ૨૯૯૧ વિદ્યુત સહાયકોની માટે લીધેલ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું પરિણામ જાહેર: ઊર્જા મંત્રી સૌરભ પટેલ

અમદાવાદ : ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે અમે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. સરકારી સેવાઓમાં પણ યુવાઓને જોડવા માટે વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યની વીજ વિતરણ કંપનીઓમાં વિવિધ સંર્વર્ગની ૨૯૯૧ વિદ્યુત સહાયકોની જગ્‍યાઓ ભરવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું.

  તેમણે વધુમાં ઉમેર્યું કે, ઊર્જા વિભાગ હસ્તકની મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમા જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક, જુનિયર એન્જીનીયર સીવીલ (વિદ્યુત સહાયક),  જુનિયર એન્જીનીયર ઇલેક્ટ્રિકલ (વિદ્યુત સહાયક) અને જુનિયર એન્જિનિયર આઈ.ટી. (વિદ્યુત સહાયક) ની ભરતી માટેનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ૨૮૮૮, જુનિયર એન્જિનિયર સિવિલની ૦3,  જુનિયર એન્જીનીયર ઈલેક્ટ્રીકલની ૯૨ અને જુનીયર એન્જીનીયર આઈ.ટી.ની ૦૮ જગ્યાઓ માટે નિયત ભરતી પધ્‍ધતિથી પસંદગી કરવામાં આવેલ છે અને નજીકના સમયમાં આ ઉમેદવારોની નિમણૂક કરતાં હુકમો કરવામાં આવશે.

(7:19 pm IST)