Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદ મનપાનો યુટર્ન : લોકરોષને પગલે 7 વાગ્યે હોટલો અને ચાની લારીઓ બંધ કરાવવાની વાતને હવે ગણાવી અફવા

કહ્યું માત્ર ચેકીંગ કરી જ્યાં ભીડ હશે ત્યાં જ કાર્યવાહી કરાશે : કોવિડ કેસમાં વધારો થતો 8 વોર્ડમાં કાર્યવાહી કરાઈ : હોટેલ બંધ કરવાના કોઈ જ આદેશ અપાયા નથી.

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જો કે, અમદાવાદમાં 7;30 વાગે હોટેલો બંધ કરવાની કાર્યવાહી કરાયા બાદ હવે મનપાએ મનપાએ આ વાતને માત્ર અફવા ગણાવી છે.ગઈકાલે શહેરના આઠ વોર્ડમાં હોટલો અને ચાની કીટલીઓ બંધ કરાવાયા બાદ લોકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી જેને પગલે મનપાએ યુટર્ન માર્યો છે

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હોટેલ, ખાણીપીણી બજાર 7;30 વાગે બંધ કરવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું હતું અને સોશિયલ મીડિયા પર મેસેજ પણ વાયરલ થયાં હતા ત્યારે આ મામલે AMCએ ખુલાસો કર્યો છે.

   અમદાવાદ મનપાએ આપેલ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ વાત અફવા છે અને "માત્ર ચેકીંગ કરી જ્યાં ભીડ હશે ત્યાં જ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ કેસમાં વધારો થતો 8 વોર્ડમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ હોટેલ બંધ કરવાના કોઈ જ આદેશ આપવામાં નથી

  અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે એકશન લેવાઈ રહી છે. AMCએ નિયમ ભંગ કરાનારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી છે. જેમાં થલતેજ, જોધપુર, મણિનગર, પાલડીમાં કાર્યવાહી કરાઈ છે. તો આ સાથે નારણપુરા,અંકુર ચાર રસ્તા અને મણિનગર વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે

અમદાવાદમાં ચૂંટણી દરમિયાન અને બાદ પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં જાણે કોરોના ન હોય તેવી રીતે લોકો અને વેપાર ધંધા ચાલી રહ્યા છે. તો તંત્ર પણ એકાએક નિંદરમાંથી જાગ્યું હોઈ તેવી રીતે, કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ રાતે હાથધરી સરપ્રાઇઝ એકશનમાં આવી છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે.

(6:06 pm IST)