Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં શાકભાજી ખરીદવા જેવી નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા: સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા : શાકભાજી ખરીદવાના મુદ્દે એક જ વિસ્તારમાં રહેતા બે  પરિવાર વચ્ચે ઝઘડો થતા શાકભાજી કાપવાના છરા તથા વજન તોલવાના બાટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુર ગામ કુંભારવાળા ફળિયામાં રહેતા રિક્ષા ડ્રાયવર ગણપત છગનભાઇ સોલંકીએ પોલીસને જણાવ્યુ છે કે,આજે મારા કાકા  પુનમભાઇના છોકરીની સગાઇ હોય હું માંજલપુર મેન  રોડ પર શિવાલય એપાર્ટમેન્ટની બાજુમાં અમારા ફળિયામાં રહેતા કલ્પેશ સુરેશસિંહ સોલંકીની શાકભાજીની લારી પર શાક લેવા ગયો હતો.તેણે મને શાક આપ્યુ હતું.

પરંતુ,શાકના રૃપિયા લીધા નહતા.હું શાક લઇને પરત આવ્યો હતો. મારા કાકા પુનમભાઇને આ વાત કહેતા પુનમભાઇએ મને પૈસા આપી દેવા જણાવ્યુ હતું.જેથી,રાતે પોણા આઠ વાગ્યે હું રૃપિયા આપવા માટે  લારી પર ગયો  હતો.પરંતુ,કલ્પેશે ઉશ્કેરાઇને મારી સાથે ઝઘડો કર્યો  હતો.અને વજન તોલવાનું બાટ મને માથામાં મારી દીધુ હતુ.મને છોડાવવા વચ્ચે  પડેલા મારા ભાઇ ઉદેસિંહ અને પુત્ર કાર્તિક પર શાકભાજી કાપવાના છરા વડે હુમલો કરી કલ્પેશે ઇજા પહોંચાડી હતી.કલ્પેશ તેના પિતા સુરેશ તથા અન્ય પંકજ અને ક્રિષ્ણકાંત ચૌહાણે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી માર માર્યો હતો.

(5:57 pm IST)