Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

11મીએ ગાંધીનગરમાં સી.આર. પાટીલની અધ્‍યક્ષતામાં ભાજપ પાર્લામેન્‍ટ્રી બોર્ડની બેઠકઃ નર્મદા જીલ્લા-તાલુકા અને પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેનના નામ નક્કી કરાશે

રાજપીપળા: નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહેરાયો છે.ચૂંટણી પહેલાની જો વાત કરીએ તો ટિકિટ વહેચણી મુદ્દે ભાજપના કાર્યકરોમાં જ રોષ ફેલાયો હતો, એ જોતાં પરિણામ ભાજપ તરફી નહિ આવે એવું મનાઈ રહ્યું હતું. પરંતુ પરિણામ ભાજપ તરફી આવતા ભાજપના અસંતુષ્ટ કાર્યકરોની બોલતી બંધ થઈ ગઈ હતી. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પદ ST મહિલા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ST જનરલ, ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ST મહિલા, તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ST મહિલા, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ST મહિલા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ST જનરલ અને રાજપીપળા પાલિકા સામાન્ય પુરુષની સીટ અનામત છે.

નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ભાજપના કાર્યકરોએ સંગઠન પર યેન કેન પ્રકારે દબાણ કર્યું હતું, પણ સંગઠને પણ દબાણને વસ નહિ થઈ યોગ્યતાને આધારે જ ઉમેદવારોની પસંદગી કરી હતી. હવે જ્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી આવી છે ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મલાઈદાર ખાતા મેળવવા ફરી ભાજપના વિજેતા ઉમેદવારોએ સંગઠન પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. જો કે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે કહી દીધું છે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે કોઈની પણ લાગવગ નહિ ચાલે, યોગ્યતાને આધારે જ નિમણૂક અપાશે.

આગામી 11 મી માર્ચે જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામોની ચર્ચા માટે ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, નર્મદા જિલ્લા ભાજપ દ્વારા લગભગ 3-3 નામોની પેનલ તૈયાર કરી દીધી છે.હવે જોવું એ રહ્યું કે પ્રદેશ કક્ષાએથી કોના નામની જાહેરાત થાય છે.

કોણ કોણ છે પ્રમુખ પદના મુખ્ય દાવેદારો?

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખના દાવેદાર

1 પર્યુશાબેન લક્ષ્મણભાઈ વસાવા (આંબાવાડી જિલ્લા પંચાયત)

2 શાંતાબેન નવલભાઈ વસાવા (મંડાળા જિલ્લા પંચાયત)

3 ગંગાબેન વીનેશભાઈ વલવી (જાવલી જિલ્લા પંચાયત)

4 સંગીતાબેન પદમબાબુ તડવી (ખડગદા જિલ્લા પંચાયત)

નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર

બોરીદ્રા બેઠક

1 અમૃતભાઈ અભેસિંગ ભાઈ વસાવા (બોરીદ્રા બેઠક)

2 હિતેન્દ્ર બાલુભાઈ વસાવા (ઢોલાર બેઠક)

3 મોટી ભમરી બેઠક..હરેશ લક્ષ્મણ વસાવા (મોટી ભમરી બેઠક)

ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર

1 સુરજબેન ચંપકભાઈ ભીલ (પાન તલાવડી બેઠક)

2 જસુબેન જયંતિ ભાઈ તડવી (ખડગદા બેઠક)

3 સુમિત્રા બેન વીપીન ભાઈ ભીલ (વવીયાલા બેઠક)

તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર

1 ઉર્વીશાબેન હસમુખ વસાવા (રેંગણ બેઠક)

2 સર્જનાબેન સાગર વસાવા (વજેરિયા બેઠક)

3 ગંગાબેન કનુભાઈ ભીલ (સીરા બેઠક)

ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર

1 તારાબેન ઈશ્વરભાઈ રાઠોડ (અલમાવાડી બેઠક)

2 દક્ષાબેન રોહિત કુમાર વસાવા (ડેડીયાપડા બેઠક)

3 બસંતી ગણપતભાઈ તડવી (મોહબૂડી બેઠક)

સાગબારા તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર

1 રોહીદાસ વિઠ્ઠલ વસાવા (જાવલી બેઠક)

2 સુભાસ જેમુ વસાવા (ખોપી બેઠક)

3 સુરપસિંગ દામજી વસાવા (નાલ બેઠક)

રાજપીપળા નગરપાલિકા પ્રમુખના દાવેદાર

1 કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ

2 નામદેવભાઈ અરવિંદભાઈ દવે

3 ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર

(5:32 pm IST)